Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

કોરોનાના કાળમાં ભાજપનો કાર્યકર લોકોની વચ્ચે રહ્યો છે : સી.આર.પાટીલ

જામનગરમાં શ્રી ભાગ્યલક્ષી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રકતદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રકતદાતાઓને પ્રોત્સાહિત કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષની ઉપસ્થિતિ : અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ રકતદાન કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૭ : કોરોના મહામારીમાં રકતની માંગને પહોંચી વળવા શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ શ્રી સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પાટીલે આ તકે રકતદાતાઓનું મનોબળ વધાર્યું હતું અને આવા કપરા સમયમાં સમાજને નિઃસ્વાર્થ ભાવે મદદરૂપ થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા, રાજયમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા), સાંસદ શ્રી પૂનમબહેન માડમ, ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલ, મેયર શ્રીમતી બીનાબહેન કોઠારી, ડેપ્યુટી મેયરશ્રી તપનભાઇ પરમાર,  સ્ટેંડિંગ કમિટી ચેરમેનશ્રી મનીષભાઇ કટારીયા, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા, દંડક શ્રી કેતનભાઈ બોસરાણી, મહામંત્રીશ્રી પ્રકાશભાઇ બાંભણીયા, શ્રી મેરામણભાઈ ભાટુ, શ્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ શહેર પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઇ ચનીયારા, કારોબારી અધ્યક્ષ ભરતભાઈ બોરસદીયા, રાજપૂત સમાજના પ્રમુખશ્રી પી.એસ.જાડેજા, દિલીપભાઈ ભોજાણી, ડો.વિનોદભાઈ ભંડેરી, દિલીપસિંહ ચુડાસમા, કોર્પોરેટરશ્રીઓં, જીલ્લા પચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ જ્ઞાતિના આગેવાનો, શહેર ભાજપ સંગઠનના હોદેદારો, યુવા ભાજપના હોદેદારો, સહીત વિવિધ વિસ્તારના વેપારી, સામાજિક, સંગઠનોના આગેવાનો વગેરે જોડાયા હતા.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે આ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ કોરોનાની મહામારીમાં પણ ભાજપનો કાર્યકર સતત લોકોની વચ્ચે રહીને લોકોને મદદરૂપ બની રહ્યો છે. આ મહારકતદાન કેમ્પનું આયોજન કરવા બદલ શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ને અભિનંદન આપ્યા હતા અને આ કેમ્પની અંદર રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ રકતદાન કર્યું હતુ અને તેમની સાથે અનેક રકતદાતાઓ પણ રકતદાનમાં જોડાયા હતા અને આ મહા રકતદાન કેમ્પ સવારે ૯૩૦ થી બપોરે ૩૩૦ વાગ્યા સુધી રકતદાન કેમ્પ ચાલુ રહેલ જેમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કરેલ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે જન કલ્યાણ હેતુ યોજવામાં આવેલ આ મહા રકતદાન કેમ્પનું સમગ્ર આયોજન શ્રી ભાગ્ય લક્ષ્મી ચેરીટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટના ચેરમેન તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. જેને જામનગરવાસીઓનો બહોળો પ્રતિસાદ સાંપડયો હતો. મોટી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કરી બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાની સામાજિક ફરજો અદા કરી હતી.

(1:14 pm IST)