Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ગોંડલના સ્મશાન ગૃહે મૃતદેહોને અગ્નિસંસ્કારનો આંક બે દિવસમાં ૫૧ને પાર પહોંચ્યો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૨૭  :શહેરની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને પથારી મળવી મુશ્કેલ બની છે અને કોરોના દિવસેને દિવસે વિકરાળ બની રહ્યો હોય શનિ રવિએ યમરાજાએ લોકડાઉન રાખ્યું ન હતું સ્મશાન ગૃહે કોવિડ - નોન કોવિડ મૃતદેહોનો આંકડો ૫૧ને પાર પહોંચી ગયો હતો.

સરકારી-ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરચક બની છે ઓકિસજનનો માંડ માંડ સેટિંગ થયું છે ત્યાં રેમડેસીવીર ઇન્જેકશન ની હાડમારી ઊભી થઈ છે આ દરમિયાન શનિ રવિ એ મૃત્યુનો આંક પણ ઊંચો ગયો હતો અને શનિવારના સમજુબેન ભનુભાઇ રામાણી, ઉષાબેન ઈશ્વરદાસ મેસવાણીયા, નાથીબેન હંસરાજ ભાઈ સાકરીયા, ભગીરથસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા, મહેન્દ્રભાઈ લક્ષ્મી શંકર જોશી, તારામતી બેન અશોકભાઈ ચૌહાણ, લાલજીભાઈ હરિભાઈ નયે, દીપકભાઈ ધીરૂભાઈ ભટ્ટ, મધુકર પ્રાણલાલ મકવાણા, પ્રભાવતી અમૃતલાલ મકવાણા, બાબુલાલ મોહનલાલ શાહ, લીલાવંતી બેન મનસુખભાઈ ચાવડા, માવજીભાઈ જીવાભાઇ કંડોરિયા, જમનાદાસ નરભેરામ મોડાસરા, સાવલિયા કિશોરભાઈ ગોરધનભાઈ, મારુ ભગવતીબેન છગનલાલ, રામજીભાઈ ગોપાલભાઈ પીપળીયા, અંબાબેન શીલાભાઈ ભૂંડિયા, હરિભાઈ ગોવિંદભાઈ બાંભવા, વર્ષાબેન વિનોદભાઈ વડોદરિયા તેમજ રવિવારે જાડેજા હેમબા મહિપતસિંહ, હર્ષદભાઈ લખમણભાઈ રૈયાણી, કિશોર વ્રજલાલ પરમાર, ઈન્દુબેન નારણભાઈ બારોટ, રાઠોડ સોમીબેન ભીખાભાઈ, વિજયભાઈ બાબુભાઈ ગોહેલ, નટુભાઈ રત્ના ભાઈ ભાલોડીયા, હસમુખભાઈ દામજીભાઇ ધાબલિયા, દેવકુવરબા દશરતસિંહ ઝાલા, પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ ગોંડલીયા, વિનોદરાય બચુભાઈ હણસોરા, અરવિંદસિંહ અનુભા ઝાલા, નંદુબેન નાગજીભાઈ વેકરીયા, નવનીતલાલ રતિલાલ ખેતીયા, વિનોદભાઈ ભીખુભાઈ વાદ્યમશી, રવજીભાઈ મનજી ભાઈ રાઠોડ, મંગુબેન માધાભાઈ પરમાર, ચંદુભાઈ બચુભાઈ ગોંડલીયા, હંસરાજ ભાઈ નરસિંભાઈ દ્યવા, રંજનબેન ખોડાજીભાઈ એરડા, પરસોતમભાઈ નાથાભાઈ શિંગાળા, શાંતિલાલ નાનાલાલ પંડ્યા, ઢોલુમલ લીલારામ વરદ્યાણી, ગોવિંદરામ લાલદાસ અગ્રવત, નટવરભાઈ લક્ષ્મણ ભાઈ રૈયાણી, ગૌરીબેન લાલસીંગ ભાઈ પઢિયાર, પંડિત રશ્મિબેન પ્રવિણચંદ્ર, અશ્વિનભાઈ મનજીભાઈ સોજીત્રા, નિર્મળાબેન છગનભાઈ પરમાર, ભરતસિંહ આણંદ સિંહ જાડેજા તેમજ જગદીશ ભાઈ શંભુભાઈ પીપળીયા ને અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.

(1:09 pm IST)