Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રી હનુમાન જયંતીની ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવણી

વાંકાનેર, તા.૨૭: બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ઘ યાત્રાધામ સાળગપુરધામમાં આવેલ જગ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દર વર્ષ લાખો ભાવિકોની હાજરીમા ઉજવાતો શ્રી હનુમાન જયંતી મહોત્સવ અત્યારે કોરોના ની મહામારી હોય સાદાઈથી ઉજવણી કરવામાં આવેલ છે પરંતુ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રીજી અથાણાંવારા સંત મંડળ ના શાસ્ત્રીજી શ્રી હરીપ્રકાશદાસજી મહારાજ ના જણાવ્યા અનુસાર આજે શ્રી હનુમાન જયંતી ના પાવન પુણ્યશાળી પર્વે સવારે ૫:૧૫ કલાકે દાદા ની મંગળા આરતી કરવામાં આવેલ હતી, તેમજ સવારે સાત કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ની ભવ્ય  શણગાર આરતી  કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીએ ઉતારેલ હતી, આ પ્રંસગે સર્વે સંતો, આરતી માં હાજર રહેલ હતા , આજે શ્રી હનુમાનજીદાદા ને  સુર્વણ વાંધા  ધારણ કરેલ છે, તેમજ અભિષેક દર્શન સવારે ૯: ૩૦ કલાકે સદગુરૂશ્રી ગોપાળાનંદ સ્વામી ની છડી નો ભવ્ય અભિષેક સંતો દ્વારા કરવામાં આવેલ હતો તેમજ સવારે ૯: ૩૦ કલાકે નીતિ પ્રવીણ કથા પરથી તૈયાર થયેલા પુસ્તક નુ વિમોચન સંતોના હસ્તે કરવામાં આવેલ. આ ઉપરાંત સવારે ૧૧:૩૦ કલાકે દાદાને વિવિધ પ્રકારની વાનગીઓનો  અન્નકૂટ  જ અન્નકૂટ આરતી સવારે ૧૧: ૩૦ કલાકે થશે. તેમજ વિશેષમાં આજે ૧૧૧૧ કિલો મોટા લાડુ દાદા ને ધરાવવામાં આવશે જ પ્રસાદ કોરોના વાયરસ ડોકટરો , નર્સ ને એમની સેવા બદલ પ્રસાદરૂપે આપવામાં આવશે, તેમજ આજરોજ એવમ્ વિશ્વ કલ્યાણઅર્થે વિશ્વ શાંતિ માટે દાદા ના પાવન સન્મુખ  શ્રી મારૂતિ યજ્ઞ  યોજાયેલ છે જ યજ્ઞનો શુભ પ્રારંભ સવારે આઠ કલાકે ભકિતમય ના દિવ્ય માહોલ વચ્ચે થયેલ હતો જ મારૂતિ યજ્ઞ ની પુર્ણાહુતી બપોરે બાર કલાકે થનાર છે, તેમજ આજે સાંજે સાત કલાકે દાદાની ભવ્ય સંધ્યા આરતી થશે જેમાં દાદાના ગર્ભગ્રહને દીવડાઓથી શણગારવામાં આવશે આજે સહુ હરી ભકતો માટે મંદિરમાં પ્રતિબંધ છે, આજે નિજ મંદિર માં ભકિતમય માહોલ સાથે પૂજન અર્ચન, રાજાશોચાર પૂજન વગેરે સંતો, દ્વારા થઈ રહેલ છઙ્ખ તેમજ સમગ્ર કાર્યકમ નુ લાઈવ પ્રસારણ યુ ટ્યુબ SALANGPUR HANUMANJI OFFICIAL SVAMINARAYAN ઉપર આવે છે પૂજય શ્રી કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી તેમજ ડી , કે સ્વામીજી એ કહેલ કે આજે શ્રી હનુમાન જયંતીના પાવન પુણ્યશાળી અવસરે દેશ, વિદેશમાં વસતા દાદાના તમામ ભકતજનોએ શ્રી હનુમાન જયંતી ઉત્સવ ના પવિત્ર પાવન તેમજ સવારની દિવ્ય મંગળા આરતી , તેમજ શણગાર આરતી દર્શન , અભિષેક પૂજાવિધિ પૂજન, અન્નકૂટ આરતી વગેરેનો લાભ ઘર બેઠા લાખો લોકોએ લીધેલ છે, તેમજ આજે શ્રી હનુમાન જયંતી ના સવારના દાદા ને સર્વે સંતોએ પ્રાર્થના કરેલ કે હૈ દાદા આ વિશ્વમાં જ કોરોનાની મહામારી ચાલી રહેલ છે જેમાંથી તમે બચાવજો, રક્ષા કરજો, આજે સાળગપુરધામમાં ભકિતમયના માહોલમાં માત્ર સંતો દ્વારા ઉજવણી થઈ રહેલ છે તેમ હિતેશ રાચ્છે જણાવ્યુ હતું.

(11:40 am IST)