Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

લોધીકા તાલુકામાં શરૂ થનાર ૨૫ બેડના કોવિડ સેન્ટરને ઓકિસજનનું ગ્રહણ?

ખીરસરા તા.૨૭ : કોરોના ની બીજી લહેર મા ગ્રામ્ય વિસ્તાર પણ બાકાત નથી તેવા સમયે લોધીકા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે લોધીકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર ૨૫ બેડનુ ઓકિસજન સુવિધા વાળુ આઇશોલેશન સેન્ટર ત્યાર કરવામાં આવેલછે જીલ્લા પંચાયત ના બંને સિટના સભ્યો દ્વારા જીલ્લા પંચાયત તરફથી આરોગ્ય માટે ની જે ૧૦ લાખની સ્પેશિયલ કોરોના મહામારીની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે તે તમામ ગ્રાન્ટ તાલુકા ની જનતા ના આરોગ્ય માટે ખચઙ્ખ કરવાની મંજુરી જીલ્લા પંચાયત પ્રમુખ પાસે માગી લીધેલ છે અને સામાજીક સંસ્થાઓ દ્વારા બેડોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે ધારાસભ્ય શ્રી થી લઈને જીલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠન ની ટીમના તમામ હોદ્દેદારો તાલુકા પંચાયત પ્રમુખ સહિત ના પદાધિકારીઓ તેમજ મામલતદાર શ્રી ટી.ડીઓ સહિતના અધિકારીઓ એ કોવિડ સેન્ટર ની મુલાકાત લિધેલ છે અને તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી તેમજ તેમની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે તે કાબીલે દાદ છે તેવુ કહેલ છે પરંતુ રાજયમાં ઓકિસજન ની કમિ હોવાથી આ કોવિડ સેન્ટર તાત્કાલિક અસરથી ચાલુ નહીં થઈ શકે તેવુ જણાય રહેલ છે.

(11:40 am IST)