Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ભાવનગર- જીલ્લામાં સંજીવની રથ અને વીડિયો કોલ દ્વારા હોમ કોરેન્ટાઇલ દર્દીની સારવાર કરાશેઃ વિભાવરીબેન દવે

રાજકોટ, તા.૨૭: ઘરે સારવાર હોમ કોરેન્ટાઇલ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓ ને હવે એમને કોણ સારવાર કરશે કોણ ડોકટર જોશે કે તાપસવા આવશે એ ચિંતાં માંથી મુકિત મળશે.

જિલ્લાભરમાં ઘરે સારવાર લેતા દર્દીઓ ને ખબર અંતર પૂછી જરૂર જણાયે ડોકટર વીડિયો કોલ થી વાત કરી સલાહ માર્ગદર્શન આપશે અને મ્યુ કોર્પો વિસ્તારમાં જરૂર લાગે દર્દીઓ ને સંજીવની રથ રૂબરૂ તપાસવા જશે તેમ રાજયમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ છે.

હવે ડોકટર ની સારવાર દ્યરે મળશે દર્દી સાથે ફોન કરી વાત કરી તબિયત ના સમાચાર પૂછશે અને જરૂર જણાયે ડોકટર ની સાથે વોટ્સએપ વીડિયો કોલથી વાત કરશે અને વોટ્સએપ દ્વારા જરૂરી રીપોર્ટ મેળવી તેની સારવાર કરાશે એનાથી પણ વધુ જરૂર જણાયે સંજીવની રથ દર્દી ને દ્યરે જઈ રૂબરૂ દર્દી ને તપાસી સારવાર કરશે

આ માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે જેમાં શહેર ના ૧૦૦ અને જિલ્લા ના ૪૦ મળી ૧૪૦ જેટલા શિક્ષકો દર્દીઓ સાથે વાત કરશે અને ૧૦ શિક્ષકો દીઠ ૧ ડોકટર ની સેવા મળશે દર્દીને ડોકટર ની સલાહ લેવા નું જરૂર જણાય તો ડોકટર ની સાથે વોટ્સએપ વીડિયો કોલ કરી વાત કરાવશે વોટ્સએપ પર થી રિપોર્ટ મેળવાશે અને વધુ સારવાર માટે માર્ગદર્શન અપાશે.

મ્યુ કોર્પો વિસ્તાર માં વધુ જરૂર જણાય તો દર્દી ને રૂબરૂ તપાસવા સંજીવની રથ જશે.

આ માટે સતત છેલ્લા ત્રણ ચાર દિવસ થી વિભાવરીબેન પ્રયત્નશીલ હતા અને હવે તે અમલ માં આવ્યું છે મ્યુ કોર્પો અને જીલ્લા ના મેડીકલ ઓફિસરો કામગીરી નું નિરીક્ષણ નિયંત્રણ કરશે જિલ્લા વિકાસ અધિકારી વરુણ ના સીધા માર્ગદર્શન માં કામગીરી થશે તેમ વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતું.

(11:38 am IST)