Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવા માત્ર વિનય કરો

ભાવનગર :.. મહાવીર બિનવઉ હનુમાન રામ જાસુ જસ આપ બખાના (બાલકાંડ ૧૬-૧૦), હનુમાનજી વીર તરીકે લોક માનસમાં અને રામચરિત માનસમા છે. પણ રામચંદ્રજીએ તેમના ભકત હનુમાનજીને મહાવીર કહયા છે. મહાવીર એટલા માટે છે કે એમણે કામ, ક્રોધ, મદ મોંહ લોભ અને અભિમાન પર વિજય મેળવ્યો છે. જયારે હનુમાનજી લંકામાં ગયા ત્યાં વન વાટીકા વિશાળ વૈભવ જોયા છતાં ફસાયા નહી

બન ભાગ ઉપવન વાટિકા સુર કપ બાપી સોહદી નર નાગ સુર ગંધર્વ કન્યા રૂપ ભૃતિ મનમોહ (સુંદરકાંડ-છ-૧-ર) સમુદ્ર ઓળંગી ગયા વાનરો એ જય જયકાર બોલાવ્યો, ભગવાન રામચંદ્રજીએ તેમની પ્રશંસા કરી છતાં તેમના માં લેશમાત્ર અભિયાન આવ્યું નહીં તુલસીદાસ કહે છે કે શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવા માત્ર વિનય કરો પ્રાર્થના કરો હે ! પવનકુમાર આપ તો જ્ઞાનની વર્ષા, મહાવીર, સંકટ હરનારા છો, હૃદયમાં નિવાસ કરો. આપના હૃદયમાં ધનુષ્ય ધારી રામ બીરાજે છે. તુલસીદાસ હનુમાનજીનો પરિચય  આપતા કહે છે કે સંસારમાં હનુમંત તત્વ ભરપુર છે. વાયુ ન હોય તો જીવન શકય નથી.

હનુમાનજી વાયુ સ્વરૂપે આપણામાં ભરપુર છે. એનો આશ્રય કરો હનુમાન ચાલીસા મહાપુરૂષો, સાધુ, સંતો, મહાત્માઓએ સિધ્ધ  કરેલ છે. સ્વયં તુલસીદાસજીએ પણ હનુમાનજીના પાઠ સિધ્ધ કર્યા. હનુમાન ચાલીસાનું અપેક્ષા વગર પઠન કરવાથી માંગવાનું રહેતુ નથી. હનુમાનજી પાસે તુલસીદાસજીએ શું માંગ્યુ ? પવન તનય સંકટ હરન મંગલ મુરતિ રૂપા રામ લખન સીતા સહિત હૃદય બસ ઉસુર ભુપ.

રામ અવતાર માં સમુદ્ર પર સેતુ બાંદર્યો દ્રૌણાચલ પર્વત લઇ આવ્યા, રાક્ષસો નો  નાશ કર્યો પ્રભુની નિષ્કામ અને નિઃસ્મુહ ભકિત કરી પાછા દ્વાપરમાં કૃષ્ણાંવતારમાં અર્જુનના રથ પર તેસી યુધ્ધમાં અર્જુનનો બચાવ કર્યો ગુરૂદ્રૌણે છોડેલા નારાયણ શસ્ત્રને પોતાના મુખમાં રાખીને અર્જુનને નારાયણ શસ્ત્રથી બચાવ્યા.

- આલેખનઃ પૂ. નીર્મળ સ્વામી યોગીધામ સમઢીયાળા (તા. જી. બોટાદ)

(11:35 am IST)