Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

વાહ ભૈ... નાજાપુર શાળાના આચાર્યના માર્ગદર્શન નીચે ૪૫૦૦ લીમડા-પીપળા ઉછેર્યા...

(સમીર વિરાણી દ્વારા) બગસરા તા.૨૭ : જયારે આજ આખા ગુજરાત માં કોરોના થી હાહાકાર મચી ગયું છે અને દરેક વ્યકિતને ઓકિસજનની સૌથી વધારે તફલિક થાય છે અને લોકો ઓકિસજન માટે લોકો સતત દોડી રહ્યા છે તેમજ ઓકિસજન મેળવવા માટે લોકો પૈસાની મોટી રકમ આપી રહ્યા છે જયારે ઓકિસજનની વાત આવે એટલે સૌથી પહેલા વૃક્ષ આપણને જલ્દી યાદ આવે છે ત્યારે નાજાપુર ગામના સામાજિક કાર્યકર કૌશિકભાઈ પાનસૂરિયા દ્વારા જણાવેલ કે  બગસરા તાલુકાના હડાળા ગામના વતની શ્રી મધુસુદન ભુવા અને હાલ ઘણા સમય થી કુંકાવાવના નાજાપુર પ્રાથમીક શાળામાં શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ નિભાવે છે ત્યારે નાજાપુર ગામ માટે ફકત શિક્ષક નહિ પરંતુ વૃક્ષ પ્રેમી છે આ મધુસુદન ભુવાના માર્ગદર્શન નીચે છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષમાં આજ નાજાપુર ગામ થી બાલાપુર રોડ સુધી ૧૨૦૦ લીમડા,મારુતિ આશ્રમમાં ૧૫૦૦,નાજાપુર સ્મશાનમાં ૨૫૦ તેમજ અલગ અલગ જગ્યા એ લીમડાનો ઉછેર કરવામાં આવ્યો છે આ લીમડા-પીપળા ઉછેર માં નાજાપુર સ્વાધ્યાય પરિવાર અને નાજાપુર પ્રાથમીક શાળા ના વિદ્યાર્થી ઓનું યોગદાન મળ્યું છે સમસ્ત નાજાપુર ગામ પરિવાર નો સહયોગ મળ્યો છે પરંતુ આ લીમડા ઉછેર કરવામાં સૌથી વધારે સિંહ ફાળો નાજાપુર ગામ ના સ્વ.રતીદાદા પંડ્યા અને સ્વ.વિઠલ બાપા સુથાર નું ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે તેમજ મધુસુદન ભુવા સાહેબ દ્વારા દર વર્ષ ૫૦૦ થી વધારે છોડ-રોપા વિદ્યાર્થીઓ ને ભેટ તરીકે આપવામાં આવે છે અને બાળકો રોપા પોતા ના દ્યર આંગણે કે વાડી એ વાવી અને માવજત રાખે છે સરપંચ પ્રવીણભાઈ પાનસૂરિયા અને નાજાપુર યુવા ગ્રુપ  આચાર્યનો આભાર માનેલ છે.

(11:35 am IST)