Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

પાલીતાણાની ફેકટરીમાં આગ લાગી

ભાવનગર : પાલીતાણામાં ફેકટરીમાં આગ ભભૂકી ઉઠતા શીંગ, ચણા અને ખોળનો જથ્થો સળગી ગયો હતો. વડીયા રોડ પર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મોમાઇ ટ્રેડીંગમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પાલીતાણા અને ગારીયાધારથી ફાયરબિગ્રેડનો સ્ટાફ દોડી ગયો હતોે અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગમાં શીંગ, ખોળ, ચણા વિગેરેનો મોટો જથ્થો ભસ્મીભૂત થઇ ગયો હતો. શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોવાનું જાણવા મળેલ છે.

(11:34 am IST)