Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

હળવદના રાતાભેદ ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી : જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એલસીબી ટીમના પૃથ્વીરાજસિંહ જાડેજાને હળવદના રાતાભેર ગામની સીમમાં ડુંગરપુર જવાના રસ્તે આરોપી રધુભાઇ તેજાભાઈ કોળીના વાડીના શેઢે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી રધુભાઇ તેજાભાઈ કુણપરા, કાનજીભાઈ મુળજીભાઈ સેરસિયા, સામતભાઈ શામજીભાઈ કુણપરા, ભુપતભાઈ હેમુભાઈ મકવાણા અને જયંતીભાઈ પરસોતમભાઈ ખાવડીયાને રૂ.૫૧,૫૦૦ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, દિલીપભાઈ મોરી, વિક્રમસિંહ બોરાણા, રજનીકાંતભાઈ કૈલા, વિક્રમભાઈ કુંગરસીયા, સતીશભાઈ કાંજીયા સહિતની ટીમે કરેલ છે.

(11:34 am IST)