Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ઉનામાં લક્ષ્ય ફાઉન્ડેશન દ્વારા કોરોના દર્દીઓ માટે વિનામુલ્યે ટીફિન પહોચાડવાની સેવા

(નિરવ ગઢીયા દ્વારા) ઉના તા.૨૭ :  ઉના કોરોના માટેની સારવારઅર્થે આવતા બહાર ગામના દર્દીઓને તથા આઇશોલેશન (હોમ કોરોનટાઇન) રહેલ વ્યકિતઓ માટે લક્ષય ફાઉન્ડેશન દ્વારા સવારે અને રાત્રે બન્ને સમય પૌષ્ટિક અને સાત્વિક ભોજન સમસ્ત બ્રહ્મ સમાજની વાડી, ટાવરચોક ઉના બનાવવામાં આવે છે અન  નિઃશુલ્ક પહોંચાડવામાં માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.તેમજ આ માહિતી સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવે છે જેથી નિઃસંકોચ જરૂરી હોય તે આ સેવાનો લાભ મેળવી શકે છે.

આ સેવાનો લાભ લેવા માટે જરૂરી માહિતી સાથે સંપર્ક કરવાનો રહે છે અને જરૂરી વિગત કેટલા વ્યકિત માટે ભોજન જોઈએ છે તે? પૂરું નામ? સંપૂર્ણ સરનામું તેમજ મોબાઈલ નંબર સાથેની માહિતી સવારે ૧૦ વાગ્યા સુધી અને બપોરે ૪ વાગ્યા સુધી જણાવવાની રહે છે.

લાભાર્થીઓએ સંપર્ક નંબર ધ્રુવ દીક્ષિત ૯૯૭૮૪૫૦૫૦૦, અશ્વિન ડાભી ૯૯૯૮૨૬૨૪૦૦, ભરત જાની  ૯૭૨૩૭૯૭૮૮૩, મનીષ દવે ૯૮૨૪૫૬૮૧૮૦, ચિરાગ દીક્ષિત ૮૨૦૦૨૮૫૮૨૨, કપિલ જાની-૯૫૫૮૭૮૩૪૪૦, શૈલેષ બાંભણીયા-૯૧૩૭૧૦૧૦૯૦, રવિ બાંભણીયા ૯૦૦૯૬૮૩૬૫૯, નિલુભાઈ બોરક્ષત્રિય ૮૨૦૦૭૫૮૭૬૧ ઉપર જાણ કરવી સેવાનો લાભ લેનારની માહિતી જાહેર કરાતા નથી તેમ જણાવાયું છે.

(11:33 am IST)