Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

મોરબી ખાતે ચાલતા ઓરપેટ ગ્રુપના કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પમાં આજે 494 કેશ માંથી 71 પોઝીટીવ આવ્યા.

મોરબી : વૈશ્વિક મહામારી કોરોના આજે રોકેટ ગતિએ આગળ ને આગળ વધી રહયો છે અને મોતનું તાંડવ મચાવી રહ્યો છે. ત્યારે માનવતા પણ મહેકી રહી છે. કોવિડ-૧૯ નો ટેસ્ટ લોકો કરાવી શકે તે માટે સરકાર તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ટેસ્ટ કરાવવા ટેસ્ટ કેમ્પ ના મોરબીમાં આયોજનો કરવામાં આવી રહ્યા છે.
મોરબી ખાતે અનેક સેવાકીય કાર્યો માટે જાણીતા ઓરપટ ગ્રુપ દ્વારા ગત તા ૧૮ થી સનાળા રોડ પર સરદાર બાગ પાસે કોવિડ ૧૯ ટેસ્ટ કેમ્પનું ૧૦ દીવસ માટે આયોજન કરવામાં આવ્યું છે.અત્યાર સુધી ખુબ મોટા પ્રમાણ મા લોકોએ ટેસ્ટ કરાવ્યા છે. અહીં પોઝિટવ આવનારને ડોક્ટરો સલાહ સાથે દવાઓ પણ આપેછે.
તા ૨૬ ના રોજ કેમ્પમાં 494 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા હતા તેમાથી 71 લોકોનાં રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા
ડો. સુનીલ તેમજ ડૉ. મીરા સંઘાણી સહિત નર્સિંગ સ્ટાફ પવિત્ર ફરજની ભાવના સાથે ઉત્તમ સેવાઓ પુરી પાડતા હોવાનુ જણાવવા સાથે ડિરેક્ટર નેવિલભાઇ પટેલે આ કેમ્પ હજુ તા ૨૭ સુધી કાર્યરત રહેવાનો હોવાથી વધુમા વધુ લોકોએ કોરોના ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો છે

(11:36 pm IST)