Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ગઢડા સ્વામિનારાયણ મંદિર બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષની એક બેઠક બિનહરીફ જાહેર

ભાવનગર,તા.૨૭: ગઢડા સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓની  ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે. આચાર્ય પક્ષની એક  બેઠક  બિનહરીફ જાહેર કરવામાં આવી છે. નૃગેન્દ્રપ્રસાદ પક્ષના બ્રહ્મચારીની બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે. ચંદ્ર સ્વરૂપાનંદજી સ્વામીને બિનહરીફ  વિજેતા  જાહેર કરવામાં આવ્યા છે.  મહત્વનું છે કે, કુલ ૭ બેઠકો માટે  ચૂંટણી  યોજાવાની હતી. જ્યારે હવે એક બેઠક બિન હરીફ જાહેર થતા ૬ બેઠકો માટે ૫ મેના રોજ ચૂંટણી યોજાશે.

ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લાના ગઢડા ગામે ઐતિહાસિક સવામિનારાયણ મંદિર આવેલું છે. જેમા દર ૫ વર્ષે ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાતી હોય છે પરંતુ મતદારોના નામ ચડાવવા અને કમી કરવાનો વિવાદ આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ચાલતો હતો.

જે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જેને લઈને ૧૦ વર્ષથી ચૂંટણી બંધ હતી, પરંતુ આખરે ચુટણી કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કરતા ચુટણી અધિકારીએ જાહેરનામું બહાર પાડ્યું હતું અને ૫મી મે એ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ઉમેદવારી પાછી ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી ત્યારે બ્રહ્મચારી પેનલમાં કોઈ ઉમેદવારી ન નોંધાવતા આચાર્ય પક્ષની પેનલમાંથી એક સભ્ય બીન હરીફ થયા છે જેથી આચાર્ય પક્ષમાં આનદ જોવા મળ્યો હતો.

(3:12 pm IST)