Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

તળાજાના પાદરી ગામ નજીકથી ભંગાર ભરેલ ટ્રેકટર સાથે પાંચ શખ્સો ઝડપાયા

શંકાસ્પદ જથ્થોઃ સંતોષકારક જવાબ નહિ મળેતો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાશે

ભાવનગર, તા.૨૭: ભાવનગર જિલ્લાના તળાજાના પાદરી(ગો) ગામના દરિયા નજીકથી એક ટ્રેકટરમાં અલંગ યાર્ડનો મિક્ષ ભંગાર લઈ જવાય રહ્યાની બાતમી મળતા અલંગ પોલીસ એ તપાસ હાથ ધરી પાંચસો કિલો ભંગાર સાથેનું ટ્રેકટર અને પાંચ લોકોને ઝબ્બે કર્યા છે. પોલીસના કહેવા પ્રમાણે શંકાસ્પદ, છલ કપટ ચોરીથી મેળવેલ હોવાની શંકાના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

અલંગ શિપ યાર્ડના શિપબ્રેકરના દરિયા કિનારાના પ્લોટમાથી અને રસ્તા પરના ખાડાઓમાંથી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ અને શિપમાંથી નીકળતા ધાતુઓના ભંગારની ચોરીઓનો ઉપદ્રવ ભૂતકાળમાં ખુબજ વધ્યો હતો.

જે ફરીને દેશી સ્થાનિક ચાચિયાઓ અથવાતો ચોર ગેંગ સક્રિય થઈ હોવાના વાવડ વચ્ચે આજે અલંગ પો સ ઇ વી.એ.સેંગલ ને ગત રાત્રે દસ વાગ્યા બાદ પાદરી ગો નજીક દરિયા કિનારે એક ટ્રેકટરમાં ભંગાર લાવવામાં આવી રહ્યો છે ની બતમી મળતા તપાસ હાથ ધરી હતી.

જેમાં પોલીસ ને પાંચસો કિલો મિક્ષ ભંગાર મળી આવેલ ટ્રેકટરમાં સાથે રહેલા પાંચ શખ્સો ચંદુ રૂખડ મકવાણા રે ભારપરા, સંજય મનજી બારીયા રે.પાદરી, ભાવેશ ભુપત બારીયા રે.સરતાનપર, કાનજી ભૂરા મકવાણા રે ભારઆપરા, પોપટ ભુપત ચૌહાણ રે માથાવડા વાળાઓ ભંગાર કયાંથી લાવ્યા તે સચોટ પુરાવા આપી ન શકતા રાઉન્ડઅપ કરી ૪૧ (૧)ડી મુજબ કાર્યવાહો કરો ૨.૧૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ હતો.

અટક કરેલ પાંચેય ઈસમો ભંગાર કયાંથી લાવ્યા અને કયાં લઇ જતા હતા તે પુરાવા સાથે ન આપે તો કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પો સ ઇ સેંગલ એ જણાવ્યું હતું.

(11:45 am IST)