Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા હરબટીયાળી ખાતે સમુહ લગ્ન

ટંકારા તા.૨૭: સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા તથા સમુહ લગ્ન સમિતિ દ્વારા પ્રથમ સમુહ લગ્ન હરબટીયાળી ખાતે તા. ૩-૫-૧૯ના રોજ અખાત્રીજ મંગળવારે યોજાશે.

શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા પ્રથમ ખવત જ સમુહ લગ્નનું આયોજન કરાયેલ છે. સમુહ લગ્ન યોજવા માટેની પ્રેરણા સમયાંતરે પરિવતર્નની હાકલ કરનાર યુવાન નરેન્દ્રભાઇ પરસોતમભાઇ સંધાતે પુરી પાડી જવાબદારી પણ લીધેલ.

સમુહ લગ્ન સમારોહ ખોડલધામના પ્રણેતા અને મેનેજમેન્ટ ગુરૂ નરેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે.

સમુહલગ્ન સમારોહનું ઉદ્દઘાટન જયેશભાઇ રાદડીયા કેબીનેટ મંત્રી ગુજરાત રાજ્ય દ્વારા થશે.

 સમારોહના મુખ્ય અતિથિ વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણી રહેશે.

સમુહ લગ્નમાં શ્રી ગોપાલભાઇ સવાણી, શ્રી ગોપાલભાઇ વસીરપરા, શિવલાલભાઇ વેકરીયા, રજનીકાંતભાઇ ડી. પટેલ, ગોવિંદભાઇ ખુંટ, જમનાભાઇ તારપરા, શિવાભાઇ ગઢીયા, વલ્લભભાઇ રામાણી, કે.પી. ભાગીયા, શ્રીમાળ મધુબેન અશોકભાઇ સંધાણી, શ્રીમતી ગીતાબેન જગદીશભાઇ દુબરીયા, શ્રીમતી રેખાબેન ઠાકરસીભાઇ ગજેરા વિગેરે ઉપસ્થિત રહેશે.

આ સમુહ લગ્નમાં ૬૨ યુગલો લગ્ન ગ્રંથીથી જોડાશે.

મંડપ મૂહુર્ત સવારે પ કલાકે, જાન આગમન પ.૧૫, હસ્તે મેળાપ  ૯ કલાકે, આશિર્વચન ૧૦.૧૫ કલાકે તથા કન્યા વિદાય ૧૧.૪૫ કલાકે થશે.

સમુહ લગ્નમાં જોડાયેલ માતા પિતા વિહોણી ૧૩ દિકરીઓને દેવજીભાઇ કલાભાઇ પટેલ તથા સ્વ. જબુબેન પરસોતમભાઇ સંધાત દ્વારા ફીકસ ડીપોઝીટ અપાશે.

દતક દિકરીઓના ૪૫ જેટલા દરેક દાતાઓ દ્વારા ૫૧,૦૦૦/- રૂ. જેવી રકમ અપાયેલ છે.

શ્રી લેઉવા પાટીદાર કાઠીયાવાડ સમાજ ચેન્નાઇ દ્વારા કિચનચેટના ૨૧ વાસણોનો સેટ અપાશે. કરીયાવરમાં દિકરીઓને સોનાની બુટી, દાણા, ચાંદીનો તુલસી કયારો, ચાંદીની ગાય, ચાંદીના કડા સહિત ૭૫ વસ્તુઓ અપાશે.

કરીયાવરમાં ધાર્મિક પુસ્તકો ગીતા-રામાયણ સહિતના પુસ્તકો અપાશે.

સમુહ લગ્નોત્સવમાં સી.સી.ટી.વી. કેમેરા દ્વારા નજર રખાશે. નવદંપતિઓના મેરેજ સર્ટીની કાર્યવાહી એડવોકેટ સંજયભાઇ ભાગીયા દ્વારા થશે.

રકતદાન કેમ્પ

સમાજ સેવા થકી રાષ્ટ્ર સેવાના ભાવને ઉજાગર કરવા સમુહ લગ્ન સાથે મહારકતદાન કેમ્પ યોજાયેલ છે. રકતદાતાઓનું દાતાઓશ્રી દ્વારા સન્માન કરાશે.

વૃક્ષારોપણ

સમુહ લગ્ન પ્રસંગે નવદંપતિઓના વરદ હસ્તે હરબટીયાળી પટેલ સમાજવાડી તથા શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરાશે.

(11:42 am IST)