Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

બાબરા તાલુકાના વાવડા, નવાણીયા ગામે સુવિધા પથનું ખાતમુર્હુત

બાબરા તા. ર૭ : તાલુકાના નવાણીયા અને વાવડા ગામે ગઇકાલે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર તથા જીલ્લા પંચાયતના મહીલા સદસ્યા શ્રીમતી મીનાબેન પ્રભાતભાઇ કોઠીવાળ દ્વારા સુવિધા પથ રોડ રસ્તાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

વાવડા તથા નવાણીયા ગામે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં યોજેલા ખાતમુર્હુત પ્રસંગે ધારાસભ્ય શ્રી ઠુંમર દ્વારા પ્રવચન આપ્યું હતું.

જીલ્લા પંચાયત સદસ્યા શ્રીમતી મીનાબેન કોઠીવાળ દ્વારા ઉપસ્થિતોને સુવિધા પથ અંગે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા રસ્તાના નવીનકરણ માટે અવાર નવાર રજુઆતો દ્વારા પાચમી હતી જેના કારણે અમરેલી જીલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા તંત્રમાં દિશા નિર્દેશ આપી લોક સુખાકારી માટે યુધ્ધના ધોરણે કામ શરૂ કરવા જણાવ્યું હતું.

કોટડાપીઠા મતવિસ્તારમાંથી ચુંટાયેલા મહીલા સદસ્યા શ્રી કોઠીવાળ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે સતત જાગૃત રહી કામ આગળ ધપાવી રહ્યા છે આ તકે ધીરૂભાઇ વસાણી સરપંચ બાબુભાઇ તથા માજી સરપંચ જયસુખભાઇ, બીપીનભાઇ વસાણી, હસમુખ સરખેલીયા, ભુપત વાવડીયા, મનસુખભાઇ, વલ્લભાઇ ભાદાભાઇ, જેરામભાઇ બીપીનભાઇ વસાણી, ભરતભાઇ ડાંગર, અરવિંદ વાવડીયા, નિર્મળ ચાવડા, જયંતીભાઇ ભલુકીયા, ભુપતભાઇ ભાતીયા સહિતના ગ્રામજનો વિગેરે હાજર રહ્યા હતા.(૬.૧૧)

(12:40 pm IST)