Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જેઠીયાવદર નજીક પિતા પુત્ર ઉપર ફિલ્મી ઢબે રોડ ઉપર બાઇક મુકી ૨.૫ લાખની લૂંટ

અમરેલી તા. ૨૭ : કેરાળા ગામમાં રહેતા પિતા પુત્ર રાત્રીના સમયે બગસરા મુકામે જતા હતા તે દરમીયાન બે શખ્સોએ રોડ ઉપર બાઇક મુકી ફરીની ગાડી રોકી ૨૫ હજાર ચલાવી હતી. સુરેશભાઇ વિરાભાઇ રાઠોડ પોતાના પુત્ર સાથે રાત્રીના પૈસા દેવા માટે બગસરા મુકામે જતા હતા તે દરમીયાન જેઠીયાવદર પાસે પહોંચતા અજા આહીર (રહે.વરસડા) તથા એક અજાક્કયો શખ્સી રોડ ઉપર બાઇક ઉભી રાખી સુરેશભાઇને ગાડીમાંથી ઉતારી સોના ચાંદીના દાગીના લઇ સુરેશભાઇ તથા તેના પુત્રને પાઇપ તથા હન્ટર વડે મારમારી ઇજા પહોંચાડી નાશી ગયાની ફરિયાદ સુરેશભાઇએ બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વરસડાના બે શખ્સો સામે ગુન્હો નોંધી તજવીજ હાથધરી છે.

જયારે સામાપક્ષે એવા પ્રકારની ફરિયાદ નોંધાવી કે બગસરાના જેઠીયાવદર નજીક વરસડા ગામના યુવાન અજય સામતભાઇ ભુવા ઉ.વ.૨૨ ને પ્રકાશ સુરાએ ફોન કરી બોલાવીને જેઠીયાવદર નજીક આવતાં એક સ્વીફટ કારમાંથી સુરાભાઇ હરિજન, પ્રકાશ સુરા અને બે અજાક્કયા શખ્સો રે.કેરાળા મળીને ગાળો બોલી પાઇપ વડે માર મારી રોકડ સોનાનો ચેઇન મોબાઇલની લૂંટ ચલાવ્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસ ડીવાયએસપી શ્રી દેસાઇ ચલાવી રહયા છે.

બાઇક ગાય સાથે અથડાતા યુવાનનું મોત

સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ તળાવ પાસે રોડ ઉપર મનુ નાનજીભાઇ રાણોલીયા પોતાનુ બજાજ ડીસ્કવર નં.જી.જે.૧૪ એ.સી.૯૩૩૬ પુરઝડપે ચલાવી ગાય સાથે અથડાતા પોતાને ગંભીર ઇજા થતા તેમનુ મોત નીપજયાનુ વીપુલભાઇ રાણોલીયા એ જાહેર કરેલ છે.(૨૧.૨૦)

(12:40 pm IST)