Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ઉનાના ઓલવાણમાં આ રસ્તે નીકળવું નહીં તેમ કહીને પાઇપ અને ધોકા વડે હુમલો

ઉના, તા. ર૭ : તાલુકાના ઓલવણ ગામે મોટર સાયકલ ઉપર નિકળેલ દલિતને તેજ ગામના પાંચ શખ્સોએ ધોકા વતી હુમલો કરી જાતી પ્રત્યે અપમાનીત કરી મારી નાખવાની ધમકીની ફરીયાદ દાખલ કરી છે. ઓલવાણ ગામે રહેતા  દલિત મનીષભાઇ વજુભાઇ સોલંકી  મોટર સાયકલ ઉપર પોતાને ઘરે જતો હતો ત્યારે આરોપી નોધર પાસે પહોંચતા આરોપી હર્ષદભાઇ રાણા ત્યાં મોહનભાઇ બાલુભાઇ , રામભાઇ કાળાભાઇ સોલંકી, નિલેશ બચુભાઇ સોલંકી ત્થા હર્ષદભાઇની બન્ને રહે. ઓલવાણવાળાએ રોકાવીને કહેલ કે તારે આ રસ્તે નિકળવું નહીં તેમ કહી ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનીત કરી એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી લોખંડનો પાઇપ તથા ધોકા વતી માર મારી આંગળીના ભાગે ઇજા કરી મારી નાખવાની ધમકી આપી નાસી ગયાની નવાબંદર મરીન પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)