Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જામનગરના મોટી ભલસાણમાં ગાગીયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ

૧ થી ૭ મે દરમિયાન ભવ્ય આયોજન : વ્યાસાસને શાસ્ત્રી ડો. મહાદેવપ્રસાદ મહેતા : વિવિધ પ્રસંગો ઉજવાશે : લોકડાયરો - સંતવાણીની રમઝટ : રકતદાન કેમ્પ, મેડીકલ સુવિધા

જામનગર, તા. ૨૭ : સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા તા.૧થી તા.૭ મે સુધી જામનગર જીલ્લાના મોટી ભલસાણ ગામમાં ''ગેલધામ'' ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

આ મોક્ષકથાના વ્યાસાસને ભાગવત કથાકાર કાશી ભાલકાવાળા શાસ્ત્રી ડો.મહાદેવપ્રસાદ મહેતા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

શ્રીમદ્દ ભાગવત સપ્તાહ અંતર્ગત તા.૧ને મંગળવારે સવારે ૯:૩૦ વાગ્યે પોથીયાત્રા સાથે પ્રારંભ થયા બાદ તા.૨ને બુધવારે સાંજે ૫:૩૦ વાગ્યે શ્રી કપિલ પ્રાગટ્ય, તા.૩ને ગુરૂવારે સાંજે ૬ વાગ્યે શ્રી નૃસિંહ પ્રાગટ્ય, તા.૪ને શુક્રવારે બપોરે ૧૨ વાગ્યે શ્રી વામન પ્રાગટ્ય, બપોરે ૩:૩૦ વાગ્યે શ્રી રામ પ્રાગટ્ય, સાંજે ૫:૩૦ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ, તા.૫ને શનિવારે સાંજે ૬ વાગ્યે શ્રી ગોવર્ધન પૂજા (છપ્પનભોગ દર્શન), તા.૬ને રવિવારે ૫:૧૫ વાગ્યે શ્રી કૃષ્ણ - રૂક્ષ્મણી વિવાહ, તા.૭ને સોમવારે ૧૨ વાગ્યે શ્રી સુદામા ચરિત્ર પ્રસંગ સાથે બપોરે ૧૨ વાગ્યે કથા વિરામ લેશે.

પ. પૂ. મહંત શ્રી મંગલનાથજી બાપુ, ભવનાથ- જૂનાગઢ અને પૂ.ભરતદાસજીબાપુ, શિતલામાં આશ્રમ-ધોરાજી ઉપસ્થિત રહેશે. કથા દરમિયાન તા.૨ને બુધવારે રાત્રીના ૯ વાગ્યે રાજભા ગઢવી પરસેોતમપુરી અને વિજય ગઢવીનો લોકડાયરો, યોજાશે. તા.૪ને શુક્રવારેે રાત્રીના ૯ વાગ્યે માયાભાઈ આહિર, લખમણભાઈ બારોટ, ભનુભાઈ ઓડેદરાનો લોકડાયરો તા.૫ને શનિવારે રાત્રીના ૯ વાગ્યે લાખણસિંહ ગઢવી, ઉમેશ બારોટ, મિતરાજ ગઢવી, શિવરાજભાઈ વાળાનો લોકડાયરો યોજાશે. તા.૬ને રવિવારે રાત્રીના ૯ વાગ્યે રાસ મંડલી (ચૌટા ગામ), અશોક ગોંડલીયા - સાજીંદા ગ્રુપ રજૂ કરશે.

સમગ્ર કથાના પ્રસંગો સવાર, બપોર અને રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમોનું જીવંત પ્રસારણ જીટીપીએલ ચેનલ નં. ૫૫૧ ઉપર કરવામાં આવશે.

કથા દરમિયાન મેડીકલ સુવિધા તથા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.કથાના જમણવારના મુખ્ય દાતા મેરામણભાઈ દેવાતભાઈ ગાગીયા (ભરૂડીયા), રાજુભાઈ મેરામણભાઈ ગાગીયા (જય દ્વારકાધીશ એકસ્ટુઝન-જામનગર), કરશનભાઈ ઉગાભાઈ ગાગીયા, ભરતભાઈ ઉગાભાઈ ગાગીયા (ગોદાવરી), સ્વ.નારણભાઈ અરજણભાઈ ગાગીયા, ગં.સ્વ. નાથીબેન નારણભાઈ ગાગીયા - જામખંભાળીયા (પોરબંદરવાળા), હરેશભાઈ વિક્રમભાઈ ગાગીયા (જૂનાગઢ), હિતેષભાઈ હરેશભાઈ ગાગીયા, હાર્દિકભાઈ હરેશભાઈ ગાગીયા, લખમણભાઈ ગોવિંદભાઈ ગાગીયા (કોટડીયા), હમીરભાઈ નારણભાઈ ગાગીયા (વિલાસપુર- જામનગર), ભાવેશભાઈ હમીરભાઈ ગાગીયા, પ્રદિપભાઈ હમીરભાઈ ગાગીયા છે.

જયારે શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં મુખ્ય ફાળો ભીખાભાઈ અરજણભાઈ ગાગીયા (મોડપર), રામભાઈ મુરૂભાઈ ગાગીયા (ચોખંડા), રામાભાઈ જેઠાભાઈ ગાગીયા (મોડપર), ભોજાભાઈ મારખીભાઈ ગાગીયા (નવી વેરાવળ)નો પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત ગાગીયા પરીવાર દ્વારા જુદી - જુદી રકમ અર્પણ કરીને શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માટે યોગદાન આપ્યુ છે.(૩૭.૫)

 

(11:56 am IST)