Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

પાટડીમાં આગમાં ૧૦થી વધુ ઝૂંપડા ખાખ

ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં

 વઢવાણ, તા. ર૭ : પાટડી કેટલાક વર્ષ અગાઉ બહાર ગામથી હિજરત કરીને આવેલા મજુર અને અગરિયાના ર૦૦ જેટલા પરિવારમાં પાટડી બજાણા રોડ પર રેલ્વે ફાટક નજીક ઝૂંપડાવાસીઓ  વસવાટ કરે છે.

બપોર આ ઝૂંપડપટ્ટી વિસતારમાં અચાનક આગની લપેટમાં આઠથી દશ ઝૂંપડા આવી ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં નગરપાલિકાના પ્રમુખ મંગળ ઠાકોર અને દિલાભાઇ ઠાકોર સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં.

આ આગ વધુ ફેલાય એ પહેલા પાલિકાના ફાયર ફાઇટરના સાગરભાઇ રબારી સહિતના સ્ટાફે પાણીનો મારો ચલાવી ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જયાં સુધીમાં આ આગની લપેટમાં ૮થી ૧૦ ઝૂંપડામાં રાખેલી ઘર વખરી બળીને ખાખ થઇ ગઇ હતી.

જેમાં આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અપંગ દંપતિ ધનાભાઇ વિરજીભાઇ ધાવકીયા અને એમના પત્ની મમાબેન બાજુના ઝૂંપડાની આગ ઓલવવા જતા એમની નજર સામે જ પળવારમાં સળગીને ખાખ થઇ ગયું હતું.

આ આગમાં જુદાભાઇ ઘુડાભાઇ મકવાણા લાલાભાઇ પ્રહલાદભાઇ અને દિલાભાઇ  જકસીભાઇ  મકવાણા સહિત રણમાં મીઠુ પકવવા ગયેલા અગરીયા અને કચ્છમાં મંજુરી કરવા ગયેલા કામદારોના મળીને ૮થી ૧૦ ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા હતા. સદભાગ્યે આ ઝૂંપડામાં કોઇ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. (૮.૯)

(11:55 am IST)