Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જામનગરઃ અકસ્માત મૃત્યુના કેસમાં વળતર મળવાની અરજી નામંજૂર

જામનગર તા. ર૭ :.. અરજદારોએ ગુજરનાર લક્ષ્મીબેનનું અકસ્માતે શોક લાગવાથી મૃત્યુના કિસ્સામાં તેમના પતિ નટરાજ મદ્રાસી અને પુત્રએ માંગેલ વળતર અરજી રદ કરવામાં આવેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, જામનગર નજીક સિક્કા મુકામે આવેલ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રાત્રી ચોકીદાર તરીકે કામ કરતા નટરાજ મદ્રાસીના પત્ની નજીકમાં આવેલ કુવામાંથી મોટર મૂકી પાણી લેતા હતા તે દરમિયાને સન-ર૦૦ર માં શોક લાગવાના કારણે તેણીનું મૃત્યુ થયેલ હતું. ગુજરનારના પતિએ બનાવ બાદની પોલીસ સમક્ષની જાહેરાતમાં માત્ર પોતે જ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરી માસીક રૂ. ૧,પ૦૦ પગાર મળતો હતો તેવી જાહેરાત કરેલ અને કોઇ જગ્યાએ પોતાના પત્ની ગુજરનાર લક્ષ્મીબેન લક્ષ્મી એપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા તેવી જાહેરાત કરેલ નહોતી. પરંતુ પાછળથી લક્ષ્મી એપાર્ટમેન્ટના સહમાલિકો સામે રૂપિયા બે લાખનું વળતર મેળવવા લેબર કોર્ટ સમક્ષ અરજી દાખલ કરેલ હતી.

દરમિયાન લેબર કોર્ટ સમક્ષનાં કેસમાં ગુજરનાર લક્ષ્મીબેન કામદાર હોવા અંગેનો કોઇ પુરાવો રજૂ કરી શકેલ નહિ. વળી, આ અંગે માલિક દ્વારા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા અને મૌખિક રજૂઆતો બાદ લેબર કોર્ટ જજ શ્રી થોરિયાએ માલિકની રજૂઆતો ધ્યાને લઇ વળતર અરજી રદ કરતો ચૂકાદો આપેલ હતો.

આ કેસમાં માલિક તરફે વકીલ શ્રી અશ્વિન બી. મકવાણા અને શ્રી રાકેશ આર. ખાંટ રોકાયાં હતાં.

(11:54 am IST)