Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

દ્વારકાના કુરંગામાં બાળા ઉપર દુષ્કર્મ આચરનાર પરપ્રાંતિય શખ્સ હાથવેંતમાં?

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ તપાસમાં લગાડાઇઃ રાજકોટ રેન્જના વડા ડીઆઇજીપી ડી. એન. પટેલની 'અકિલા'સાથે વાતચીત

રાજકોટ તા. ર૭ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના કુરંગામાં પરપ્રાંતિય ત્રણ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરવામાં આવતા સનસનાટી મચી ગઇ છે.

આ પ્રકરણમાં એક પરપ્રાંતિય શખ્સ હાથવેંતમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

આ અંગે રાજકોટ રેન્જનાં વડા ડીઆઇજીપી શ્રી ડી. એન. પટેલે 'અકિલા'ને જણાવ્યું હતું કે આ પ્રકરણનો ભેદ ઉકેલવા માટે જુદી-જુદી પોલીસ ટીમો સાથે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચને પણ કામે લગાડવામાં આવી છે.

આ પ્રકરણમાં ૬ થી ૭ શંકાસ્પદ શખ્સોની પુછપરછ કરવામાં આવી રહી છે. અને ટૂંક સમયમાં ભેદ ઉકેલાય જાય તે માટે તપાસનો ધમધમાટ થઇ રહ્યો છે.

જામનગરનો અહેવાલ

જામનગર  :.. દ્વારકા કુરંગા ખાતે આર. એસ. પી. એલ. કંપનીમાં ત્રણ વર્ષની બાળકી સાથે  દુષ્કર્મ થયેલ તેમાં રાજકોટ રેન્જના વડા ડીઆઇજીપી શ્રી ડી. એન. પટેલના સુપર વિઝન તથા માર્ગદર્શન હેઠળ તેમની આર. આર. સેલ. રાજકોટ તથા જામનગર જિલ્લાના એસ. પી. પ્રદીપ શેજુલ તથા તેમની એલ. સી. બી., એસ. ઓ. જી. ની ટીમ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ. પી. શ્રી રોહન આનંદ તથા તેમની એલ. સી. બી., એસ. ઓ. જી.ની ટીમ તેમજ આ કેસના તપાસ અધિકારી તેમજ ખંભાળીયા વિભાગના મદદનીશ પો. અધિ. પ્રશાંત સુંબે તથા તેમની ટીમ તેમજ દ્વારકા પો. સ્ટે.ના પી. આઇ. પી. એ. દેકાવાડીયા તથા તેમની ટીમ તેમજ આ કામે મહિલા પી. એસ. આઇ. ની પોલીસની ટીમ  બનાવી આમ અલગ અલગ કુલ ૧ર થી પણ વધારે ટીમો બનાવી દરેક ટીમ સંકલનમાં છે. ડીઆઇજી પી. ની  સુચના મુજબ આર. એસ. પી. એલ. કંપનીમાં કામ કરતા પરપ્રાંતીય જુદા જુદા કુલ ૧૦૦૦ મજૂરોને વેરીફાઇ કરી અને તેમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલ છે અને બનાવના દિવસે જે મજૂરો કામ પર ગયેલ ન હોય અથવા તો નોકરીમાં ગે. હા. હોય તેવા મજૂરોની સઘન પુછપરછ કરી અને ઉંડાણ પુર્વક તપાસ ચાલુ છે. તેમજ વધુમાં સી. સી. ટી. વી. ફુટેજ તેમજ મોબાઇલ લોકેશન વિગેરે જેવા તમામ પાસાઓ આવરી લેવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા ર૦ થી પણ વધારે શંકાસ્પદ ઇસમોના સસ્પેકટ ડીટેકશન ટેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે આમ પોલીસ દ્વારા આરોપી સુધી પહોંચવામાં અને ગુન્હો ઉકેલવા સારૂ તમામ દીશામાં પ્રયત્નો હાથ ધરેલ છે અને આ કાર્યવાહી રાઉન્ડ ધ કલોક ચાલુ રહેલ છે. (પ-૧૩)

(11:53 am IST)