Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં ૪૬ તળાવો ઉંડા ઉતારવા મંજૂરી

ધોરાજી તા. ર૭ :.. સુજલામ સુફલામ જળ અભિયાન યોજના અંતર્ગત ધોરાજી - ઉપલેટા તાલુકાનાં કુલ ૪૬ તળાવો અંદાજીત રૂ. પ૪,ર૬,૪૦૦ જેવો ખર્ચ થનાર છે. કામો મંજૂર થયા છે. ત્યારે સત્વરે તળાવો ઉંડા કરવા કામગીરી હાથ ધરાશે.

ધોરાજી તાલુકાનાં કલાણા, પાટણવાવ, છત્રાસા, ભાડેર, ઝાંઝમેર, નાની મારડ હડમતીયા, મોટી-મારડ, મોટી-વાવડી, નાગલપડા, જમનાવડ, તોરણીયા, વાડોદર, ભાદાજાળીયા, ધોરાજી, ફરેણી, નાની-વાવડી, પીપળીયા, છાડવાવદર, ઉંદકીયા, સુપેડી મોટી પરવડી, ભોલ ગામડાનો સમાવેશ કરાયો છે.

ઉપલેટા તાલુકાનાં ગામોમાં અરણી, વડાળી, કાથરોટા, ગઢાળા, જામ ટીંબડી, કોલકી, સમઢીયાળા, સામવડી, સેવંત્રા, તણસવા, ભાયાવદર, કલારીયા, કરીયાસણ તબગણા, પ્રાંસલા, મોટી પાનેલી, વાડલા અને મુરખડા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા વિવિધ યોજના ગત કામોથી માહીતગાર થાય તે માટે ધારાસભ્ય લલીતભાઇ વસોયા સતત પ્રગતીશીલ રહે છે. (પ-૧૮)

(11:53 am IST)