Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

વિરપુરના થોરાળાની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર પ્રફુલ્લની શોધખોળ

જેતપુર, તા., ર૭:  વિરપુરના થોરાળા ગામની સીમમાંથી ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર દેવીપુજક શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વિરપુરના થોરાળાની સીમમાં રહેતી સગીરાનું મૂળ ગોંડલના અને હાલ થોરાળા ગામની સીમમાં જ રહેતા પ્રફુલ્લ ઉર્ફે રામલો ધીરૂભાઇ દેવીપુજકે લગ્નની લાલચ આપી બાઇક પર ઉઠાવી જઇ ગોંડલના આશાપુરા ડેમ પાસે લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ અંગે સગીરાના પિતાએ વિરપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

પોલીસ ફરીયાદના ડરથી આરોપી પ્રફુલ્લ સગીરાને તેના પિતાને હવાલે કરી નાસી છુટયો હતો. ધોરાજીના પીઆઇ એમ.વી.ઝાલાએ આરોપી પ્રફુલ્લની શોધખોળ હાથ ધરી છે.

(11:48 am IST)