Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ધોરાજીમાં ટ્રાફીકરથનું સ્વાગત

ધોરાજી : જીલ્લા પોલીસ અધિક્ષક અંતરીય સુત્ર રાજકોટ ગ્રામ્ય તરફ તથા જીલ્લા ટ્રાફીક શાખા દ્વારા વિદ્યાર્થીઓ અને નાગરીકોને ટ્રાફીકના નિયમો અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. ઇન્સ્પેકટરશ્રી પી.આઇ ઝાલાએ વિદ્યાર્થીઓ અને નાગરીકોને ટ્રાફીક નિયમોનું પાલન અને મહામુલી જીંદગી બચાવો અને બાઇકો ચાલકોને ટ્રાફીક નિયમો કેવી રીતે વાહન ચલાવુ ? તે અંગે માર્ગદર્શન આપેલ હતુ. ટ્રાફીક બ્રાંચના સુરેશભાઇ પટેલ, જયેન્દ્રસિંહ વાળા, કલ્પેશભાઇ પરમાર, યુવરાજસિંહ ચુડાસમા તેમજ વિરાજ લશ્કરી હેરભા રવી, કિરિટભાઇ તમર તેમજ હડાયા હીરેન, પારધી રમીતા, પારધી અસ્મીતા, મકવાણા કાનજી વગેરેની ટીમે ટ્રાફીક રથને લઇ શહેરના શાકમાર્કેટ વિસ્તાર ગેલેકસી ચોક બાપુના બાવલા ચોક સહિતના વિસ્તારોમાં જઇ લોકોને માર્ગદર્શન આપેલ. ટ્રાફીક રથનું સ્વાગત કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:48 am IST)