Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જૂનાગઢના રાજેશ ચુડાસમાનું ગામડે-ગામડે સ્વાગત

ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત સાંસદનો પ્રવાસ

જૂનાગઢ તા.૨૭: અહીયા સાંસદ, પ્રદેશ ભાજપના મંત્રી રાજેશ ચુડાસમા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગ્રામ્ય સ્વરાજ અભિયાન અંતર્ગત પોતાના મત વિસ્તારના તમામ જીલ્લા પંચાયતની સીટના પ્રવાસે હોવાથી ગામડે-ગામડે સ્વાગત-સન્માન કરવામાં આવે છે

આ તકે લોકો દ્વારા મુજવતા પ્રશ્નોની રજુઆત થાય ત્યારે સાંસદ દ્વારા હકારાત્મક અભિગમ દાખવી લોકોના પ્રશ્નોનું સ્થળ પરજ નીરાકરણ આવે તે માટે સબંધીત વિભાગને તાત્કાલીક સુચના પણ અપાઇ છે એમ કાર્યાલય મંત્રી મોહિત મકવાણાની યાદીમાં જણાવાયું છે.

(11:47 am IST)