Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

રૂ.સાડા આઠ લાખના ચેક રિટર્નના કેસમાં ધોરાજીના શખ્સનો નિર્દોષ છુટકારો

ધોરાજી તા.૨૭ : રૂ.સાડા આઠ લાખનો ચેક પાછો ફર્યાની અંગેનો આરોપી સામેનો કેસ ચાલી જતા ધોરાજીના શખ્સને ગોંડલની અદાલતે નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે ધોરાજીના રહિશ ચીમનભાઇ કુરજીભાઇ રૂપાપરા સામે ગોંડલના ફરિયાદી ભાવેશભાઇ વલ્લભભા  કાકડીયાએ ધી નેગોસીએબલ ઈન્સ્ટુ . એકટ કલમ -૧૩૮ મુજબ એવા મતલબની ફરિયાદ ગોંડલ કોર્ટમાં દાખલ કરી કે આરોપી ચીમનભાઇને ધંધામાં રોકાણ માટે નાણાંકીય જરૂરીયાત ઉભી થતાં રૂ.૮,૫૦,૦૦૦/- મીત્રતાને નાતે ઉછીનાની માંગણી કરતાં ફરીયાદીએ આરોપીને ૮,૫૦,૦૦૦/- હાથ ઉછીના આપેલા ત્યારબાદ ફરિયાદીને નાણાની જરૂરીયાત ઉભી થતા આરોપી પાસે લેણી રકમની ઉઘરાણી કરતા આરોપીએ લેણી રકમની ચુકવણી પેટે તા.૫/૧૨/૨૦૧૬ નો આર.ડી.સી. બેન્ક ધોરાજી શાખાનો ચેક આપેલો અને ચેક બેંકમાં રજુ કર્યેથી  રકમ વસુલ મળી જશે તેવો  ફરીયાદીને વિશ્વાસ આપેલો

સદરહું ચેક ફરીયાદીએ બેંકમાં જમા કરાવતા ચેક રીટર્ન થયેલ  અને ફરીયાદીને તેની લેણી રકમ વસુલ ન મળતા ફરીયાદીએ વકિલ મારફત નોટીસ આપેલ. આરોપીએ તેમના વકિલ મારફત નોટીસનો  જવાબ આપેલ  અને લેણી રકમ વસુલ ન આપતા ફરિયાદીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ  જે ફરિયાદ ચાલી જતા આરોપી તરફે ધોરાજીના ધારાશાસ્ત્રી અરવિંદ જી. કાપડીયાએ ફરિયાદની  ઉલટ તપાસ કરેલ  તેમજ આરોપીના  બચાવમાં ઉચ્ચ અદાલતોના સિધ્ધાંતો ટાંકી દલીલો કરેલ જેની સાથે સહમત થઇ ગોંડલના જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા આરોપીને ધી નેગોસીએબલ ઈન્સ્ટુ. એકટ  કલમ - ૧૩૮ મુજબના ગુન્હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકતો  હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં બચાવ પક્ષે ધોરાજીના ધારાશાસ્ત્રી અરવિંદકુમાર જી. કાપડીયા રોકાયા હતા.

(11:45 am IST)