Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સુરતથી ઘરેથી ભાગેલી યુવતિને ચોટીલામાંથી પોલીસે શોધી કાઢી

વઢવાણ, તા.૨૭: ગઈકાલ તા.૨૫/૪/૧૮નાં ચોટીલા સબ ઇન્સ.ચંદ્રકાન્ત માઢક ં હેડ કોન્સ. હરદેવસિંહ તથા હેડ કોન્સ. ભાપાભાઈ તથા મહિલા હેડ કોન્સ. પ્રતીક્ષાબેન ચોટીલા તળેટી વિસ્તાર માં પેટ્રોલિંગમાં હોઇ દરમિયાન એક અજાણી યુવતી મળી આવેલ હોઈ, જેને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવતા, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ં ઇન્સ.પી.ડી.પરમાર, પો.સબ ઇન્સ. ચંદ્રકાન્ત માઢક, સ્ટાફના હે.કો. અબ્દુલભાઇ, દ્યનશ્યામભાઈ, સરદારસિંહ, વિગેરે દ્વારા  પૂછતાં પોતાનું નામ જાગૃતિબેન ધીરુભાઈ નૈયા જાતે વાલ્મિકી ઉ.વ.૨૧ વાળી હોવાનું અને સુરત કતારગામ કિસ્મત સોસાયટી ખાતે પોતાના માબાપ સાથે રહેતી હોવાની અને પોતે છુટક સફાઇ કામ કરતા ટ્રાવેલ્સ નાં પાર્કિંગ મા સફાઇ કરતાં ત્યાં પાર્કિંગ મા કામ કરતા સુરેશભાઈ બાબુભાઇ ડાબરીયા સાથે વાતચીત બોલવા નો સંબધ થતાં જે અંગે માતાપિતા એ ઠપકો આપતાં લાગી આવતાં કોઈ ને જાણ કર્યા વગર દ્યરે થી તા.૧૫/૪/૧૮ નાં રોજ નીકળી બોરસદ થઈ ચોટીલા આવતી રહેલ હોવાનું જણાવેલ હતું.

આમ ચોટીલા પોલીસ સ્ટાફ દ્વારા મળી આવેલ યુવતી જાગૃતિબેન ઉવ. ૨૧ ને પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ સાથે રાખી પૂછ પરછ કરી તેનાં માબાપ ને તથા સુરત કતારગામ પો.સ્ટે જાણ કરી, તેનાં માબાપ ધીરુભાઈ તથા માતા બાલુબેન તેમજ કતારગામ પોલીસ આવતાં જે યુવતી નો કબ્જો તેનાં માબાપ ને સોંપવા માં આવેલ.

(11:41 am IST)