Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

પોરબંદરઃ દુષ્કર્મમાં પીડિતાના ન્યાય માટે કડક કાયદાની અમલવારી ને આવકાર

પોરબંદર તા.૨૭: સરકારે દુષ્કર્મ પીડિતાઓ અને દુષ પીડિતો માટે તાત્કાલીક અસરથી બળાત્કારના કાયદામાં સુધારો લાવી તેમના અમલીકરણ માટે રાષ્ટ્રપતિની સહિથી તાત્કાલીક અરસથી અમલમાં આવે તે રીતે વટહુકમથી કાયદાને અમલીકરણ બનાવ્યો જે આવકાર દાયક છે. રહી રહી ને સરકારને જવાબદારી ફરજનું ભાન થયું પરંતુ આ સુધારાથી અમલીકરણથી અને તેની અસર ધાક કેટલી રહેશે? તે લોકો હિંમત કરી ફરીયાદ કરવા આગળ આવે તેના ઉપર રહેશે.સોૈથી મહત્વની બાબત એ છે કે પીડીત ફરીયાદ નોંધાવવા જાય કે ફરજનિષ્ઠ અીધકારી પોતાની ફરજ બજાવી ગન્હેગારો સામે ગુન્હો દાખલ કરે તે પહેલા રાજકિય દબાણ આવી જાય''આપણો માણસ'' તેવી ભલામણો આવી પડે તપાસનીશ અધિકારીને આવુંજ જોઇતું હોય છે! તેના કારણે કાયદો અને વ્યવસ્થાની જાળવણી પાંગળી બની ગયેલ છે. અથવા બનતી જાય છે. તે જવાબદારી કોની રહે તેને માટે વિચારાતું નથી.

સને ૧૯૫૭ થી ૨૦૧૮ ની એપ્રિલ માસની આજની તારીખ સુધી ન્યાયની પ્રક્રિયા વિચારીએતો તેમાં એકમાત્ર પોરબંદર ન્યાયકોર્ટની કાર્યપધ્ધતિનું ઉદાહરણ સને ૧૯૫૭ થી ૧૯૬૫ સુધીનું નોંધનીય રહેલ છે. તે સમયના ન્યાયધીશો સન્માનીય રહેલ છે. પોરબંદર જુનાગઢ જીલ્લામાં સબ-ડીસ્ટ્રીકટ (પ્રાંત) રહેલ. અત્રે જીલ્લા સેન્સ અદાલતથી સમ.. અદાલત આસીસ્ટન્ટ જજ અને એડીશ્નલ સેસન્સ જજ ની કોર્ટ કાર્યરત હતી. તે સમયે ન્યાયની પ્રક્રિયાનો અનુભવ તેઓને જણાવેે છેકે ન્યાયકોર્ટે વિશ્વાસનું શ્રધ્ધાનું વાતાવરણ  કેવું સન્માન ભેર જાળવેલ છે.

જયારે પ્રર્વતમાન બ્રિટીશ રાજના કાયદાઓને દેશી રજવાડાએ અપનાવેલ છે. તે કાયદાઓની કલમો મુળભુત હેતુ રહ્યો. સુધારા વધારા થયા છે. સને ૧૯૫૭ થી સને ૧૯૬૫ સુધી એડી સેસન્સ જજ દ્વારા અપાયેલ ફેસલા નોંધીનય રહ્યા છે. એક બાળકીના રેપ કેસમાં ફાંસી સજા પામેલ દોષીતોને રાજકોટની જેલમાં ફાંસી આપેલ ક્રિશ્યન ડાયગો દોષીત ઠરેલ તેના ઘરમાં સગીર કુમળીવયની બાળકી સાથે દુષ્કર્મ કરી રસોડામાં .. પોલીસની જીણવટ ભરી તપાસના અંતે ફાંસીની સજા ન્યાયપ્રક્રિયામાં થઇ તેવી રીતે અન્ય કેસમાં પણ ફાંસી સજા થઇ તેમજ કેટલા એવા મનુષ્ય વધ-મહાવ્યથાઙ્ગકેસમાં લુંટકેસમાં કાયદામાં દર્શાવેલ જોગવાઇ અનુસાર સજા થયેલ છે. આજીવન ફાંસી વિગેરે. આદરણીય સ્વ. શ્રી હસમુખરાય એ. યાજ્ઞિક, એ.એલ. અભિવંદનાણી,સી.વી. રાણે વિગેરેના ચુકાદાઓ નોંધનીય રહ્યા છે. ગરિમા જાળવતા રહ્યા છે. જન્મટીપની સજાઓપણ થઇ છે.

જે દિવસે જે સેસન્સ કેસ ચાલવાનો હોય ત્યારે સરકારી વકીલે સાક્ષીઓને બોલાવી તેમણે કયા મુદાપર સરકાર તરફ સાક્ષી આપી છે. તે બાબત તેને સમજાવતા આપેલ નિવેદન વંચાવતા મોૈખિક પઠન કરતા કરાવતા  પોલીસરક્ષામાં સાહેદોને જુબાની પુરી ન થાય ત્યાં સુધી રાખતો બચાવ પક્ષો શું કહેશે? તે વિષે પણ સમજાવતા કેસની ફરીયાદનું વાંચન કરાવતા કરતા કેસ શરૂ થાય તે પહેલા સરકારી વકીલ ફરીયાદ વાંચે તેમાંથી ખુટતી માહિતી ત્રુટીને શોધી પૂર્ણ કરાવતા તે સાથે મુખ્ય સાક્ષી ઘટનાને અનુરૂપ ફરીયાદી બીજા મુખ્ય સાહેદો પંચ રોજકામ-સ્થળ રોજકામ, મેડીકલ રીપોર્ટ, પોષ્ટમોર્ટમ રીપોર્ટ વિગેરે પર અભ્યાસ કરીન ડોકટરોને પણ તૈયાર થઇને આવવું પડતું હતું.

(11:40 am IST)