Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ઓસ્ટ્રેલિયા સ્થાયી થવાની લાલચ આપીને બાવાજી યુવતી સાથે સગાઇ કરી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું : સગાઇ તોડી નાખી

જૂનાગઢના ટિમ્બાવડીમાં રહેતા શ્રીકાંત નિમાવત વિરુદ્ધ ફરિયાદ

 

જૂનાગઢ :ઓસ્ટ્રેલીયા સ્થાયી થવાની લાલચ આપીને બાવાજી યુવતી સાથે સગાઈ કરી વારંવાર દુષ્કર્મ કર્યાની બી-ડિવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  અંગે પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢના ટીંબાવાડી-મધુરમ વિસ્તારમાં રહેતા બાવાજી શ્રીકાંત યોગેશ નિમાવતે પોતે ઓસ્ટ્રેલીયા હોય ત્યાં સ્થાયી થવા ઈચ્છતી યુવતી સાથે લગ્ન કરવા બાવાજી જ્ઞાતીની બુકમાં જાહેરાત છપાવેલ જેના અનુસંધાને માળિયા (હાટીના) તાલુકાના પીખોર ગામની બાવાજી પરિવારની રપ વર્ષીય યુવતીની શ્રીકાંત નિમાવત સાથે સગાઈ કરેલ. બાદમાં યુવતીની ઈચ્છા વિરૃધ્ધ શખ્સે શારિરીક સંબંધ બાંધી બાદમાં શખ્સે સગાઈ તોડી નાખી હતી.

છળકપટ કરી બળાત્કાર ગુજાર્યાની ફરીયાદનો ભોગ બનનાર યુવતીએ જૂનાગઢના બી-ડિવીઝન પોલીસમાં ફરીયાદ કર્યાના પગલે પી.આઈ. એમ.. વાળાએ શ્રીકાંત નિમાવતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:56 am IST)