Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

NDPS એકટના ગુન્‍હામાં ફરાર સમીર સમાને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી

જામનગર, તા.૨૭: એસ.ઓ.જી. સ્‍ટાફના પોલીસ હેડ કોન્‍સ. શોભરાજસિંહ જાડેજા તથા અનિરૂધ્‍ધસિંહ ઝાલા તથા ચંન્‍દ્રસિંહ જાડેજાને હકિકત મળેલ કે, જામનગર જીલ્લાના પંચકોષી ‘એ' ડીવી, પોલીસ સ્‍ટેશનના બી-પાર્ટ ગુ.ર.ન.૧૧ર૦ર૦૪૫૨૩૦૧૩૬/ર૦ર૩ NDPS એક્‍ટ કલમ ૮(સી), રર(સી), ર૯ મુજબના ગુન્‍હામાં નાસતા-ફરતા આરોપી સમીર ઈકબાલભાઈ સમા ઉર્ફે બેવડો (ઉ.વ.૨૩) ધંધો.મજુરી રહે. લાલવાડી આવાસ, જામનગર વાળો હાલ હાપા રેલ્‍વે સ્‍ટેશન તરફ થી હાપા માર્કેટ યાર્ડ તરફના રસ્‍તે આવવાનો હોય જેથી હાપા રેલ્‍વે સ્‍ટેશન વાળા રોડ ઉપર વોચમાં હતા તે દરમ્‍યાન આરોપી મળી આવેલ હોય જેથી મજકુર આરોપીને હસ્‍તગત કરી આગળની કાર્યવાહી થવા માટે પંચ ‘એ' ડીવી. પોલીસ સ્‍ટેશનને સોંપી આપેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. બી.એન.ચૌધરી તથા પો.સબ ઇન્‍સ જે.ડી. પરમારની સૂચનાથી એસ.ઓ.જી. સ્‍ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.(

(5:03 pm IST)