Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ટંકારાના ટોળ ગામે સંતબાલજીનો ૪૧મો નિર્વાણ દિવસ ઉજવાયો

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા તા.૨૭ :  તાલુકાના ટોળ ગામે મુનિશ્રી સંતબાલજીનો ૪૧મો નિર્વાણ દિવસ જન્‍મભૂમિ ટોળ ગામે ગોવિંદસિંહ દિવસ જન્‍મભૂમિ ટોળ ગામે ગોવિંદસિંહ દાજીભાઈ ડાભી પ્રમુખ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ રાણપુર (દાજીભાઈ ફલજીભાઈ ડાભી પ્રમુખ : ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ ગુંદી અમદાવાદ અને પિનાકી નાનકભાઈ મેઘાણી રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર તથા સ્‍થાપક ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન, અમદાવાદ સહિતના અગ્રણીઓની હાજરીમાં ઉજવાયો

ટોળ ગામે પિતા નાગજીભાઈ દેવજીભાઈ અને માતા મોતીબેનના કુખે ૨૬-૮-૧૯૦૪ ના રોજ સંતબાલજીનો જન્‍મ થયો હતો બાળપણનુ શિવલાલ નામ હતું ૨૫ વર્ષની નાની વયે ૧૮-૧-૧૯૨૯ ના રોજ વાકાનેર ખાતે જૈન સાધુની દિક્ષા ગ્રહણ કરી સૌભાગ્‍યચંદ્ર નામ ધારણ કર્યું જે આગળ જતા મુનિશ્રી સંતબાલજી ક્રાંતિકારી જૈન સંત તરીકે સ્‍થાપિત થયા. તેઓશ્રીના જીવનકાળ દરમ્‍યાન તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો અને અધ્‍યાત્‍મ વિષયક વિપુલ સાહિત્‍યસર્જન કર્યું હતું.

તેમની દાયકાઓની વિહારયાત્રામાં તેમણે જૈનધર્મની પ્રભાવના કરવા સાથે, સત્‍ય અને અહિંસા, સર્વધર્મ સમભાવ, વ્‍યસનમુક્‍તિ, અન્‍યાય પ્રતિકાર,સ્ત્રી ઉત્‍થાન, માનવરાહત, ધર્મ દૃષ્ટિએ સમાજરચના, ખેડૂતો, આદિવાસીઓ વગેરેના વિવિધ સંગઠનો સાથે સમાજ ઘડતરના કાર્યો કર્યા અને ૨૬ - ૩-૧૯૮૨ ના મુબઈ ખાતે નિર્વાણ પામ્‍યા. જેમની સમાધી સ્‍થાન ચિચંણી મહાવીરનગર મહારાષ્‍ટ્ર ખાતે આવેલ છે જ્‍યા વિશાળ આશ્રમ કાર્યરત છે તેમની પ્રેરણાથી આજે પણ ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં  ધણી બધી સંસ્‍થાઓ મુનિશ્રીના આદર્શો, ઉદ્દેશો પ્રમાણે કાર્ય કરી રહી છે.

ત્‍યારે ૪૧માં નિર્વાણ દિને સંતબાલની જન્‍મ સ્‍થળની મુલાકાત લઈ આ દિવ્‍ય સ્‍થાનને  આઝાદી કા અમળત વર્ષ અને રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ૧૨૫માં જન્‍મજયંતી વર્ષ નિમિતે ટોળ જન્‍મભુમી સ્‍થળને પુનઃ ઉજાગર કરવા બીડું ઉપાડવા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી, ગોવિંદસિંહ દામજીભાઈ ડાભી, દાજીભાઈ ફલજીભાઈ ડાભી, ગગુભા, અનિરુધ્‍ધભાઈ, રમેશભાઈ દિલીપભાઈ, ટોળ સરપંચ અબ્‍દુલ ભાઈ, સહકારી અગ્રણી મેપાભાઈ, હીરાભાઈ, ભાવિંનભાઈ, રમેશભાઈ ગાંધી સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા સંતશ્રી બાલશ્રી જન્‍મભુમી સ્‍થળને પુનઃ ઉજાગર કરવા સંકલ્‍પ સાથે  લાઇબ્રેરી અને રોજગારલક્ષી વિવિધ સેવાકીય કામગીરી સાથે આ દિવ્‍ય ભૂમિનાં વિકાસ માટે સમસ્‍ત નગરજનો ટોળ ગામના ઐતિહાસિક સ્‍મારક સ્‍થળને દેશ દેશાવરના લોકો માટે દર્શનીય બને તેવો સંકલ્‍પ કર્યો હતો.

(1:59 pm IST)