Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ધોરાજી પોલીસ મથકે હિંદુ મુસ્લિમ તહેવારોના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક મળી

હોળી પ્રગટાવવા ની ધાર્મિક વિધિની સરકારની છૂટ છે: ધુળેટીમા જાહેરમાં રંગોત્સવ મનાવવાની મનાઈ છે છતાં પણ જાહેરમાં કોઈ રમતા જોવા મળશે તો તેમની ધરપકડ કરવામાં આવશે:હૂકુમતસિંહ જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આગામી હિંદુ મુસ્લિમ સમાજ ના તહેવારો હોળી, ધુળેટી, અને શબે રાત અંતર્ગત શાંતિ સમિતિની બેઠક મળી હતી.
શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ ઈન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજા એ જણાવ્યું કે હિન્દુ સમાજ તેમજ મુસ્લીમ સમાજના તહેવારો સાથે આવતા હોય જેથી હાલમાં કોરોના મહામારી ના સમયમાં કરોના પોઝિટિવ ના કેસ વધતા જતા હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું તેમજ સરકારશ્રીની ગાઈડલાઈન્સ નું પાલન કરો સૌના માટે જરૂરી છે ત્યારે હિન્દુ સમાજની હોળી તેમજ ધુળેટી ઉત્સવ આવતા હોય તેમજ મુસ્લિમ સમાજનો સબે રાત તહેવાર હોય જેથી બંને તહેવારો માત્ર ધાર્મિક વિધિ દ્વારા ઉજવાઇ અને લોકો ભેગા થાય તે બાબતે ખાસ તકેદારી રાખવાની સુચના આપી હતીતેમજ હોળી ઉત્સવ ધાર્મિક વિધિ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ના પાલન સાથે હોળી પ્રગટાવવાની છૂટ આપી હતી
તેમજ ધુળેટી પર્વ કોઈ પૂછવું નહિ શકે જો જાહેરમાં રંગ ઓછો રમતા ઝડપાઈ જશે તો તેમને ધરપકડ કરવામાં આવશે જેની સર્વે નોંધ લેવી
તેમજ મુસ્લીમ સમાજના તહેવારમાં મસ્જિદમાં કે દરગાહમાં વધુ પડતું સંખ્યામાં લોકો જોવા મળશે અને સોશિયલ ડિસ્ટન્સ નો ભાગ નહીં કરે તો તેમની સામે પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેમ ઈન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું
શાંતિ સમિતિના રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી હરસુખભાઈ ટોપિયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ  વેપાર ઉદ્યોગ મહા મંડળ ના લલિતભાઈ વોરા, ભાજપ પ્રમુખ, વિનુભાઈ માંથુકિયા, મહામંત્રી  વિજયભાઈ બાબરીયા  મંત્રી  વિઠ્ઠલભાઈ હિરપરા મુસ્લિમ સમાજ ના અફરોઝભાઈ લક્કડકુટા, હમીદભાઈ ગોડીલ  યાસીનભાઈ નાલબંધ, મકબુલભાઈ ગરાના, સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
પોલીસ અધિકારી જાડેજાએ જણાવેલ કે હાલ કોરોના મહામારી ચાલતી હોય ત્યારે બન્ને તહેવારોના દિવસોમાં સોશીયલ ડિસ્ટન્સ જળવાઈ અને માસ્ક ફરજિયાત પેહરાઈ તેમજ ભીડ એકઠન થાય તે માટે ની જવાબદારી સામાજિક આગેવાનો ને સોંપાઈ હતી

(7:45 pm IST)