Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ધ્રોલના મજોઠ ગામે મજોઠ ડેમમાં જામનગરના મુસ્લિમ પરિવારના બે બાળકોના ડૂબી જવાથી કરૂણમોત

દરગાહે માનતા પુરી કરવા ગયા હતા : પાંચ યુવાનો ન્હાવા પડ્યા હતા

જામનગરના રહેવાસી મુસ્લિમ પરિવાર કે. જેઓ આજ રોજ ધ્રોલ તાલુકાના માજોઠ ગામે માજોઠ ડેમમાં પાસે આવેલ દરગાહએ માનતા પુરી કરવા માટે ત્યાં ગયા હતા. અને તેમાંથી પાંચ જણા ડેમમાં ન્હાવા પડયા હતા. જેમાંથી બે છોકરા ઓ ડેમમાં ડૂબી જતાં. પરિવારના સભ્યોને જાણ થતાં ની સાથે તરતજ જોડિયા અને ધ્રોલ ની 108 ની મદદ થી જોડિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાં બને નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ બને ના નામ (૧)આસિફ સીદીક જુણેજા (ઉ.વ.18)  અને (૨)આસિફ ઇબ્રાહિમ જુણેજા(ઉ.વ. 19 રહે.જામનગર) વાળા બે બે નાની ઉંમરના બાળકો નાં મોત થવાથી પરિવાર માં શોક મય થઈ ગયો છે.

(7:42 pm IST)