Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જોડિયા તાલુકાના ઊંડ ૨ ડેમ પાસે ખાડામાં ડૂબી જતા બે યુવકોના મોત : ૩ નો બચાવ : જામનગરના મુસ્લિમ પરિવારમાં અરેરાટી

(રમેશ ટાંક દ્વારા) જોડીયા : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ઊંડ ૨ ડેમ પાસે ખાડામાં ડૂબી જતા બે યુવકોના મોત થયા છે જ્યારે ૩ નો બચાવ થયો છે જામનગરના મુસ્લિમ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

          પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના ધરાનગર 1 માં રહેતા મુસ્લિમ પરિવારના સભ્યો જોડિયાના લખતરના ઊંડ- ૨ ડેમ પાસે દરગાહમાં માનતા ઉતારવા માટે આવ્યા હતા ત્યારે નજીકમાં આવેલા પાણીના ખાડામાં પાંચ યુવકો નહાવા પડ્યા હતા. જેમાં પાણીમાં ડૂબવા લાગતા આસિફ ઈબ્રાહીમ જુણેજા અને આસિફ સિદ્દીક ભાઈ જૂણેજાના મોત થયા છે જ્યારે ત્રણ યુવકોનો બચાવ થયો છે.  આ બનાવથી જામનગરના મુસ્લિમ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(6:15 pm IST)