Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે ૭/૧રના દાખલામાં પાંચ રૂ. વધુ માંગતા ધબાધબી મચી !!

પથ્થરો હથિયારો સાથે બે જુથ સામ સામા પોલીસમાં ટાઇમસર પહોંચી ગઇ !!

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળીયા તા. ર૭ : દેવભૂમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે ગઇકાલે ગ્રામ પંચાયતનો કોમ્યુટર ઓપરેટર હિતેશ ગોવિંદભાઇ સતપારા ઉ.ર૯ વાળો ગઇકાલે ૭/૧રના દાખલા કાઢતો હતો ત્યારે એક રાજપુત યુવાન સાથે દાખલાની ફી પ રૂ. ને બદલે રૂ.૧૦ લેવા બાબતે બોલાચાલી થઇ હતી.

આ બનાવ અંગે રાજપુત સમાજના યુવાનોમાં વાતો ફેલાતા લાકડી, પાઇપ અને અન્ય હથિયારો લઇનેનજીકના રાજપુત સમાજના ગામે સીદસરા ખીજદડ, માપડા, તોયલકા વિ.ના ઉમટી પડતા અને બીજીબાજુ સતવારા સમાજની મોટી વસતિ વાળા ગઢકા ગામના સતવારા લોકો પણ પથ્થર, લાકડીઓ સાથે ભેગા થતા તંગ સ્થિતિ થઇ હતી તથા ગમે ત્યારે મોટી અથડામણ થાય તેમ હતું પરંતુ પોલીસને જાણ થતા ખંભાળીયા ડી.વાય.એસ.પી હિરેનકુમાર ચૌધરી તથા કલ્યાણપુર પો.સઇ. ફરીદાબેન ગગતીયા, હથિયાર ધારી પોલીસ સ્ટાફ સાથે પહોંચી જતા મોટી અથડામણ થતા અટકી હતી.

બનાવ અંગે પોલીસે બહારથી પોલીસ કર્મી બોલાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો તથા હિતેશ ગોવિંદ સતપરાએ બે સામે ફરીયાદ નોંધાવી છે તથા હિતેશને ઇજા સાથે જામનગર હોસ્પિટલમાં ખસેડેલ છે

(1:16 pm IST)