Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જામનગરમાં કોરોના મહામારી સામે રસીકરણ કેમ્પ

જામનગરમાં કોરોનાની મહામારી વચ્ચે સંજીવની ગણાતી વેકિસન આપવા માટે સૌથી મોટા કેમ્પનું આયોજન કરાયું છે. જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ વ્રજભૂષણ સ્કૂલમાં મહાનગરપાલિકા અને નીલકંઠ આરોગ્ય કેન્દ્રના તબીબો દ્વારા વિનામૂલ્યે વડીલોને કોરોના વિરોધી રસી આપવાનો કેમ્પ શરૂ થયો છે આ કેમ્પમાં અત્યાર સુધીમાં ૪૦૦ જેટલા લોકોની નોંધણી પણ કરી લેવામાં આવી છે. આજે સવારથી જામનગરના મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ક્રમાનુસાર સોશિયલ ડિસ્ટન્સ સાથે રસી આપવાની શરૂઆત થઈ છે. આ કેમ્પમાં ૫૫૫થી વધુ લોકોને કોરોના વિરોધી રસી આપવાનું આયોજન શહેર ભાજપના શહેર મંત્રી પરેશ દોમડિયા અંતર્ગત કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:16 pm IST)