Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જામનગર કલેકટર મ્યુનિસિપલ કમિશનરે રસીકરણ કેન્દ્રોની લીધી મુલાકાત

જામનગર : જિલ્લા કલેકટરશ્રી રવિશંકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી સતીશ પટેલ તેમજ આરોગ્ય અધિકારીઓએ નવાગામ ઘેડ આરોગ્ય કેન્દ્ર, કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર તથા ગોમતીપુર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, તેમજ ત્યાં થઇ રહેલ રસીકરણ અંગેની વ્યવસ્થાઓ ચકાસી, જરૂરી સૂચનો કર્યા હતા. આ મુલાકાત દરમિયાન કામદાર કોલોનીના આરોગ્ય અધિકારીશ્રી કાજલ ચૌહાણએ જામનગરની જનતાને અનુરોધ કર્યો હતો કે, વધુમાં વધુ લોકો રસી લઈ પોતાને સુરક્ષિત કરે. રસીથી કોઈ આડઅસર નથી અને સંપૂર્ણ સુરક્ષિત હોવાથી દરેક વ્યસ્ક વ્યકિત અચૂક રસી લે.રસીકરણ જ દરેક પરિવારને અને જામનગરને સુરક્ષિત કરવાનું એકમાત્ર હથિયાર છે. મુલાકાત દરમિયાન કલેકટરશ્રી રવિશંકરે તમામ કેન્દ્રો પર રસીકરણ માટે આવેલ લોકોને પોતાની આસપાસના અન્ય લોકોને પણ રસીકરણ માટેપ્રેરણા આપી રસી લેવા અંગે માર્ગદર્શન આપવા જણાવ્યું હતું. આ મુલાકાતમાં એમઓએચશ્રી ઋજુતાબેન જોશી, ડોકટર પંચાલ તેમજ આરોગ્ય કેન્દ્ર પરના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

(1:15 pm IST)