Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વેરાવળમાં ફોન કરી ઘરે બોલાવી ચાર શખ્સોએ માર મારી રૂ.પાંચ લાખ માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી

વેરાવળ, તા.૨૭: દોલતપ્રેસ વિસ્તારમાં રહેતા અંકીત અતુલભાઈ કોટેચા ઉ.ર૭ને ગત તા.રરના સાંજના સમયે ઉદય કુડાનો ફોન આવેલ કેમ દેખાતો નથી? તેમ કહી ઘરે મળવા બોલાવેલ ત્યારે ઘરનો દરવાજો ખખડાવતા હીતેશ ઉર્ફે બંબુળીએ ખોલેલ અને વિરાજ તથા ઉમંગ બાટીયા નામના શખ્સો ત્યાં હાજર હોય તેથી અંકીતએ ઉદય કયાં છે તેમ કહેતા હાજર રહેલા ત્રણેય શખ્સોએ બિભત્સ શબ્દો બોલી પ્લાસ્ટીકના પાઈપ તથા બેટ અને ઢીકાપાટુનો મારમારી વીડીયો બનાવેલ અને રૂ.પાંચ લાખની માંગણી કરેલ હતી ત્યારબાદ ઉદય આવેલ અને તેને કહેલ કે આ બનાવની વાત કોઈને કરીશ તો મારી નાખવાની ધમકી આપતા પોલીસે૩૮૪, ૩૪ર, ૩ર૪, ૩ર૩, પ૦૪, પ૦૬(ર),૧ર૦ બી મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.

બસ રોકાવી ચાલકને ઢીંકાપાટુનો માર માર્યો

ગાંધીનગર વેરાવળ રૂટની એસ.ટી બસના ડ્રાઈવર પુનાભાઈ રૂડાભાઈ ચાવડા ઉ.૩૯ બસ લઈ આવી રહેલ તે વખતે વેરાવળ નજીક ગડુ ગામ પાસે મોટરકાર નં.જીજે.૧૧.એબી.૬પ૬ર ના ચાલક મહેશ પીઠીયાએ બસને રોકાવી ડ્રાઈવરને બસ ચલાવતા આવડતી નથી તેમ કહેલ અને મોટરકાર માંથી અન્ય બે શખ્સોએ ઉતરી બિભસ્ત  શબ્દો બોલી ઢીકાપાટુનો મારમારી યુનિફોર્મ ફાડી નાખી ફરજમાં રૂકાવટ કરેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોધાવતા વધુ તપાસ હાથ ધરેલ છે.

હદ પારી ઝડપાયો

ગીર સોમનાથ એલ.સી.બી સ્ટાફે બાતમીના આધારે ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, અમરેલી તથા દીવ જીલ્લામાંથી હદપાર કરાયેલ કમલેશ કડવાભાઈ વાજા રહે.ગોરખમઢી વાળા શખ્સને તેની વાડીએથી ઝડપી લઈ સુત્રાપાડા પોલીસને હવાલે કરેલ છે.

(1:15 pm IST)