Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

૭ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રીને પાર

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા તાપથી લોકો પરેશાનઃ બપોરે રસ્તાઓ સુમસામ

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતો તાપ પડતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર થઇ જતા અસહ્ય ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે. ગઇકાલે બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર થઇ ગયો હતો. જેમાં અમદાવાદમાં ૩૮.૮, ડીસા ૩૯.પ, વડોદરા ૩૮.ર, સુરત ૩૯.પ, રાજકોટ ૩૯.૮, કેશોદ ૪૦, ભાવનગર ૩૮.૧, જામનગર ૩૯., પોરબંદર ૪૦.૧, વેરાવળ ૩૯.૪, દ્વારકા ૩૩.૮, ઓખા ૩ર.૧, ભુજ  ૪૦.૮, નલીયા ૪૦, સુરેન્દ્રનગર ૪૦.૩, ન્યુ કંડલા ૪૦.૧, કંડલા એરપોર્ટ ૪૦.૪, અમરેલી ૩૯, ગાંધીનગર ૩૮.પ, મહુવા ૩૯.૪, દિવ ૩૮.૬, વલસાડ ૩૬ અને વલ્લભ વિદ્યાનગરમાં ૩૮.પ ડીગ્રી, મહત્તમ તાપમાન નોંધાયું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રી, લઘુતમ ૧૯, હવામાં ભેજ ૬૭ ટકા, પવનની ઝડપ ૪.૯ કી.મી. પ્રતિ કલાક રહી છે.

(1:12 pm IST)