Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મોરબી પંથકમાં ૨ લાખ ૮૦ હજારનો દારૂ કબ્જે

મોરબી,તા.૨૭: મોરબી-માળીયા પંથકમાં પોલીસે ચાર દરોડા પાડી ૨ લાખ ૮૦ હજારનો ઇંગ્લીશ દારૂ સાથે બેને ઝડપી લીધા છે. તો બે શખ્સો ફરાર થઇ ગયા છે.

માળિયાના મોટા દહીંસરા ગામે પિસ્તોલ સાથે ઝડપાયો

હોળી ધૂળેટીના તહેવારને પગલે રાજયમાં સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કર્યું હોય જેને પગલે માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમાની ટીમ કાર્યરત હોય દરમિયાન માળિયાના મોટા દહીંસરા ગામે રહેતા નાસતા ફરતા આરોપી અજયસિંહ ભાવુભા જાડેજાના મકાનમાં દારૂ અને હથિયાર હોવાની બાતમીને પગલે દરોડો કર્યો હતો જેમાં રહેણાંક મકાનેથી આરોપી અજયસિંહ ભાવુભા જાડેજાને ઝડપી લઈને ગેરકાયદેસર હથિયાર મેગ્જીન વાળી પિસ્તોલ કીમત રૂ ૧૦ હજાર અને જીવતા કાર્ટીસ નંગ ૧ કીમત રૂ ૧૦૦ તેમજ ઈંગ્લીશ દારૂની ૩૬૭ બોટલ કીમત રૂ ૧,૪૭,૬૦૦ અને બીયર નંગ ૧૨૦ કીમત રૂ ૧૨ હજાર મળીને ૧,૬૯,૭૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગેરકાયદેસર હથીયાર અને દારૂ સાથે ઝડપાયેલ આરોપી પ્રોહીબીશન ગુન્હામાં નાસ્તો ફરતા હોય જેને ઝડપી લેવામાં સફળતા મળી છે.

જોન્સનગરના મકાનમાંથી દારૂ ઝડપાયો

સીટી એ ડીવીઝન પોલીસ ટીમે જોન્સનગર શેરી નં ૦૮ માં રહેતા સદામ અનવર પાયકના મકાનમાં દારૂ હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો કર્યો હતો જેમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની ૪૨ બોટલ કિંમત રૂ ૧૬,૫૬૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો જયારે આરોપી રેડ સમયે હાજર નહિ મળતા આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

ભકિતનગર ગામેથી દારૂ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભકિતનગર ગામે આરોપી વિરાટસિંહ ભવાનસિંહ ઝાલાની ઓરડીમાં બાતમીને આધારે દરોડો કરતા ઓરડીમાંથી ઈંગ્લીશ દરુઈ બોટલ ૩૬ નંગ કીમત રૂ ૧૨,૮૪૦ મળી આવતા દારૂનો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ન્યુ પેલેસ કવાટર્સ વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂ ઝડપાયો

મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એન.બી.ડાભીના ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબી ન્યુ પેલેસના કવાટર્સમાં રહેણાંક મકાન સામે આવેલ ફળિયામાં મયુરસિંહ વિક્રમસિંહ જાડેજાનો ઇંગ્લીંશ દારૂનો જથ્થો રાખી વેંચાણ કરતો હોવાની બાતમીને પગલે દરોડો કર્યો હતો. જેમાં રહેણાંક મકાન સામે ફળિયામાં રેડ કરતા ઇંગ્લીશ દારૂની બોટલ ૧૫૬ નંગ કિંમત રૂ. ૮૧,૧૨૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે આરોપી હાજર નહિ મળતા બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:59 am IST)