Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કોડીનારના મૂળ દ્વારકાની સગીરાનો આવારા ત્રાસથી કંટાળી સળગી જઈ આપઘાત

'વારંવાર પીછો કરી ફોન પર વાત કરવાનું દબાણ કરતા અને સગાઈ તૂટી જવાની બીકે સગીરાએ શરીરે કેરોસીન છાંટતા દાઝી જતા સારવારમાં મૃત્યુ': પોલીસે ધરાર પ્રેમીની ધરપકડ કરી

કોડીનાર, તા.૨૭: કોડીનાર તાલુકાના મૂળદ્વારકા ગામે આવારા શખ્સના ત્રાસથી કંટાળી જઈ સગીરા એ શરીરે કેરોસીન છાંટી સળગી જઇ આપઘાત કરવાનો પ્રયાસ કરનાર સગીરાનું જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નિપજતા નાના એવા મૂળ દ્વારકા ગામમાં આઘાતની લાગણી ફેલાઇ છે.

ખારવા સમાજ ની ૧૭ વર્ષીય સગીરા ને ગામ નો જ નરેશ ભીખા વંશ નામ નો શખ્સ પોતાની સાથે પ્રેમ સબંધ રાખવા હેરાન કરી સગીરા નો પીછો કરી તેની સાથે વાત કરવા કહેતો હોય તેમજ નરેશે મોબાઈલ નંબર લખેલી ચિઠ્ઠી સગીરા ને આપી ફોન ઉપર વાત કરવા દબાણ કરી સગીરાનો ફોટો ફેશબુકમાં મુકતા સગીરા તેની સગાઈ તૂટી જવાના ડરથી અને નરેશની હેરાનગતિથી કંટાળી જઇ ઘરે શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી સળગી જતા સગીરા ને પ્રથમ કોડીનાર રા.ના.વાળા હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ આજરોજ દાઝી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. મૂળ દ્વારકાની સગીરાએ ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળી જઇ જાત જલાવી મોત વ્હાલું કરતા કોડીનાર પોલીસે આ અંગે ધરાર પ્રેમી નરેશ ભીખા વંશ વિરુદ્ઘ આત્મહત્યા કરવા ઉશેકેરણી કરવા માટે કલમ ૩૦૬ મુજબ ગુનો નોંધી આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ની વધુ તપાસ પી.આઈ.સંદીપસિંહ ચુડાસમા ચલાવી રહ્યા છે.

(11:57 am IST)