Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જામજોધપુર પાલિકા વિપક્ષ કોંગ્રેસનો નવતર કાર્યક્રમઃ મહિલા પ્રમુખને દૂરબીન, કાતર તથા લેવલ પટ્ટી અર્પણ કરાઇઃ ભ્રષ્ટાચાર બંધ કરોના નારા સાથે જનરલ બોર્ડમાં પ્રવેશ્યા

જામજોધપુર તા. ર૭ :.. નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી આ સભાગ્રહમાં પ્રવેશતા અગાઉ વિપક્ષ કોંગ્રેસના સદસ્યોએ ભ્રષ્ટાચાર બંધ કરોના નારા લગાવી પ્રવેશ કર્યો હતો અને મહિલા પ્રમુખ અને સત્તાધીશોને દૂરબીન, કાતર અને લેવલ પટ્ટી અર્પણ કરી આશ્ચય જનક નવતર કાર્યક્રમ આપેલ દૂરબીન એટલા માટે કે એ.સી. ઓફીસમાંથી વહીવટ કરે છે અને નવા બનેલા રોડ જે એક જ મહિનામાં તુટી ગયા છે. શહેરમાં થતા કામ દૂરબીનથી જોઇ શકે તે માટે તેમજ શહેરમાં રોડ-રસ્તા લેવલ વગરના થાય છે એટલે લેવલ, વારા થઇ શકે તે માટે લેવલ પટ્ટી તેમજ શહેરમાં રોડ-રસ્તા સહિત વિવિધ કામો લોટ-પાણીને લાકડા જેવા થઇ રહ્યા છે અને રોડ રસ્તાના કામમાં ચાલતા ભ્રષ્ટાચાર દેખાતા નથી તે જોઇ શકે તેટલાં માટે આંખ પર બંધાયેલ પટ્ટી દુર કરવા કાતર ભેટ અપાઇ હતી.

સશકિતકરણ કે જે ભાજપ સરકારનું સુત્ર છે જે અહી ભાજપ સરકાર સંચાલિત નગરપાલીકામાં નિરર્થક છે. અહીં નગરપાલિકા પ્રમુખના બદલે તેમના પતિ સાશન ચલાવે છે. અને નગરપાલિકાના કામગીરીના નિર્ણયો લઇ કર્મચારીઓને સુચના આપે છે જે ગેરબંધારણીય બાબત છે છતાં ચીફ ઓફીસર આ બાબત કેમ ચલાવી લ્યે છે. એવું જામજોધપુરના નાગરીકો પણ પ્રશ્ન પુછી રહ્યા હોય આ અંગે કલેકટરશ્રીએ એ પણ આ બાબત ચકાસી પગલા લેવાવા જોઇએ તેવી માંગણી કરી હતી.

(11:55 am IST)