Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ગીર ગઢડાના હરમડીયાની પરીણિતા ઉપર બળજબરીથી પતિ અને દીયર દ્વારા દુષ્કર્મ

દુષ્કર્મ વાત કરતા સાસુ -સસરાએ ઉશ્કેરાયને પતિ અને દીયર સાથે મળીને માર માર્યો : ઉના-ગીરગઢડા પંથકમાં ૧૦ દિ'માં દુષ્કર્મનો ત્રીજો બનાવ

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૨૭: ગીરગઢડાના હરમડીયાની પરીણિતા ઉપર બળજબરી કરીને પતિ અને દીયરે દુષ્કર્મ આચર્યું હતુ અને આ દુષ્કર્મની સાસુ-સસરાને વાત કરતા તેમને બન્નેએ પતિ પારસ મગનભાઇ તથા દીયર નિરંજ મગનભાઇ સિધ્ધપુરાની સાથે મળીને ચારેયએ એક સંપ કરીને માર માર્યાની પોલીસ ફરિયાદ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ઉના ગીરગઢડા પંથકમાં ૧૦ દિ'માં દુષ્કર્મનો ત્રીજો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.

ગીરગઢડાના હરમડીયા ગામે રહેતી પરિણીત યુવતીએ  સાતેક માસ પહેલા પારસ મગનભાઇ સિધ્ધપુરા સાથે લગ્ન કરેલ અને કાણકીયા ગામે તેના પતિ સાથે સંયુકત કુટુંબમાં રહેતી હોય પરણીત યુવતીએ પોતાની મરજી વિરૂધ્ધ અવાર નવાર પારસ મગનભાઇ તેમજ દિયર નિરંજ મગને દુષ્કર્મ આચરી તેમજ સાસુ, સસરાએ મહીલાને મારમાર્યા અંગેની નોંધાયેલી ફરીયાદમાં જણાવેલ છે.

સાત માસ પહેલા કાણકીયા ગામે રહેતી તેમની બહેનનો ફોન આવેલ અને રાજકોટ જવાનુ કહી વાતચીત કરેલી અને ત્યાર બાદ તેમના કાકાનો દિકરાએ જણાવેલ કે હુ રાજકોટ જાવ છું તુ તૈયાર રેજે હરમડીયા ગામેથી ગાડીમાં બેસીને ગયેલ વિસાવદર ગામ પાસે કોરા કાગળમાં સહી કરી યુવતી સાથે પારસે લગ્ન કરેલ ત્યાર બાદ કાણકીયા ગામે લાવી ત્યાં સંયુકત કુટુંબમાં રહેતા હતા. ૨૦૧૯માં પારસનો ભાઇ કાણકીયા ગામે આવેલો અને ઘરે રોકાયેલ  દરમ્યાન યુવતી પોતાના રૂમમાં એકલી હોય ત્યારે નિરજ મગનએ પોતાના પલંગ ઉપર આવી બેસી વાતચીત કરી મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરેલ. પરંતુ એ સમયે પરીવારના સભ્યો હાજર ન હોય તેવો સાંજે આવતા આ અંગે પરીવારના સભ્યને વાત કરતા ઉશ્કેરાય જઇ સાસુ, સસરા અને પતિએ ઝગડો કરી મારમારી મારા દીયરને મુંબઇ મોકલી દિધેલો અને ત્યાર બાદ કાણકીયા ગામેથી યુવતીના પતિ પારસ મગન સાથે રાત્રે ગાડીમાં બેસીને હરમડીયા ગામે જતાં રસ્તામાં યુવતીને ઉતારી દેવાયેલ અને ભોગબનનાર યુવતી ચાલીને હરમડીયા તેમના સંબંધીને ત્યા રાત્રી રોકાયેલ.

બીજા દિવસે આ સમગ્ર વાત યુવતીએ માતા-પિતા અને પરીવારજનોને કરતા પોલીસમાં આ અંગે ફરીયાદ નોધાવી હતી.

આ ફરીયાદમાં પરણીત યુવતીએ પોતાના પતિ પારસ મગને પણ પોતાની મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યાનોં આક્ષેપ કર્યો છે. પતિ અને દીયર સામે દુષ્કર્મ તેમજ કુટુંબના બે સભ્યોએ મદદ કરીને માર માર્યા અંગેની ચારેય વિરૂધ્ધ ફરીયાદ નોધાયેલ છે.

(11:54 am IST)