Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જસદણના ગોખલાણા ગામે જાહેરમાં જુગાર રમતા પ પતાપ્રેમીઓ પકડાયા

રાજકોટ તા. ર૭ :.. જસદણના ગોખલાણા ગામે જાહેરમાં જુગાર રમતાં પાંચ પતાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતાં.

જસદણના ગોખલાણા ગામે પાદરમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા જસદણના પી.આઇ. કે. જે. રાણાના માર્ગદર્શન હેઠળ પો. કો. વિજયભાઇ વેગડ સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા બાબુ જીવરાજભાઇ બેરાણી, મનસુખભાઇ ટપુભાઇ ખેતરીયા, દેવકરણ ગાંડાભાઇ બરોલીયા, શૈલેષ દેવરાજભાઇ રાઠોડ તથા સંદીપ ભનાભાઇ ચાવડા રે. તમામ ગોખલાણાને રોકડા રૂ. ૧૦૩૬૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:48 am IST)