Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ભારત બંધના દિવસે ઉપલેટામાં કિશાનસભાના આગેવાનોની અટકાયત

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ર૭ :.. ત્રણ કૃષિ કાળા કાયદા હટાવો અને ટેકાના ભાવની ગેરંટીનો કાયદો બનાવોની માગણી માટે દિલ્હી બોર્ડર પર ચાલતા ખેડૂત આંદોલનના કાલે ચાર મહીના પુરા થાય છે. આ દિવસે કિશાન મોરચાએ ભારત બંધનું એલાન આપેલ બંધના દિવસે ગુજરાત કિશાન સભાના આગેવાનો કાર્યકરો ચક્કાજામ કરવા માટે બાપુના બાવલા ચોકમાં એકઠા થયા હતા નેશનલ હાઇવે ચકકાજામ કરવા જાય તે પહેલા ગુજરાત કિશાનસભાના પ્રમુખ ડાયાલાલ ગજેરા, તેમજ કમીટીના લખમણભાઇ પાનેરા, ચંદુભા દરબાર, સહિત આઠ આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી.

અટકાયત થાય તે પહેલા મિડીયા સમક્ષ ડાયાલાલ ગજેરાએ જણાવેલ કે ગુજરાતમાં સરકારે પોલીસ સહારે ભયનો માહોલ બનાવ્યો છે. તેનાથી ખેડૂત આંદોલનમાં રૂકાવટ આવી છે ખેતીના અસ્તિત્વ માટેની લડાઇમાં ગુજરાતના ખેડૂતો ભયને ખત્મ કરીને આંદોલનમાં જોડાય તેવો વિશ્વાસ વ્યકત કરેલ હતો. (તસ્વીર : ભોલુ રાઠોડ, ઉપલેટા)

(11:42 am IST)