Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

માણાવદર ભાજપ શાસિત નગરપાલિકાનું બજેટ ૧૯ વિરૂદ્ધ ૯ મતે મંજુર

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર, તા. ૨૭ :. ભાજપ શાસિત પાલિકામાં બજેટ બેઠક યોજાય હતી. જેમાં ગત સાધારણ સભાની કાર્યવાહી બહાલી, ૨૦૨૦થી ૨૦૨૧ ફેબ્રુઆરીના ઉપજ-ખર્ચના હિસાબો મંજુર કરવા બાબત અંદાજપત્ર ૨૦૨૧-૨૨નું મંજુર કરવા ભૂગર્ભગટરની કુંડીઓના ઢાંકણા ખરીદ કરવા વોટર વર્કસ, ભૂગર્ભગટરના પમ્પીંગ સ્ટેશનોની ઈલે. મોટરો, રીપેરીંગ ભાવો મંગાવવા, રોડ-રસ્તા, લાઈટોના વેરા વધારવા સામે સમિતિ રચવી બાદમાં વેરા વધારો કરવો, વિવિધ ગ્રાન્ટના કામો નક્કી કરવા, કર્મચારીઓની ભરતી કરવી, વિવિધ સમિતિઓની રચના કરવી, ફિલ્ટર પ્લાન નાખવો, જૂનો ભંગાર માલ વેચાણ કરવો વિગેરે ઠરાવો હતા. જેમા ૧૨ કરોડ ૪૪ લાખ આવક તથા ૧૩ કરોડ ૪૨ લાખ ૭૭૬૬૮ની જાવક બતાવી ખાધવાળુ બજેટ હતુ. બે મુદા બાદ કરતા ૧૯ વિરૂદ્ધ ૯ મતે મજુર થયું હતું.

વિપક્ષ દ્વારા મુદ્દા-૧માં કોઈ માહિતી આપેલ નહોતી જેથી વિરોધ દર્શાવેલ શાસક પક્ષ દ્વારા પૂરતી માહિતી આપેલ નહોતી. મુદ્દા-૨માં પણ હિસાબની નોંધ જાણી જોઈને આપેલ નહોતી જેથી વિરોધ કરેલ હિસાબ સભામાં માંગતા હિસાબ આપેલ નહોતો. મુદ્દા ૪ ભૂગર્ભગટરો, કુંડીઓના ઢાંકણા ખરીદી કરવા, ઈલે. મોટરોના કામો ઘણા કરી નાખ્યા જે તમો આમા મંજુર કરવા માંગો છો જેથી વિપક્ષે અંતે વિરોધ કરી ઠરાવ નામંજુર કરેલ હતો.

(11:41 am IST)