Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ગોંડલઃ ધૈર્યરાજસિંહ માટે ફંટ એકત્રઃ

ગોંડલ :ગોંડલ :  ભાજપ યુવા અગ્રણી શ્રી જયોતિરાદિત્યસિંહ જયરાજસિંહજી જાડેજાના નેજા હેઠળ કાનેસરા ગામના શ્રી રાજદીપસિંહ રાઠોડના ત્રણ માસના પુત્ર ધૈર્યરાજસિંહને ગંભીર બીમારી હોય તેની સારવાર માટે સતત પ્રયત્ન કરી લોકોને ફંડ આપવા અપીલ કરી છે ત્યારે જયોતિરાદિત્યસિંહ જાડેજા દ્વારા પાત્રીસ (૩૫) લાખ.જેવી માતબર રકમ એકત્રીત કરીને ધૈર્યરાજસિંહના પિતા રાજદીપસિંહ રાઠોડ તેમજ મહાકાલ સૈનાના પ્રમુખ વિજયસિંહ ચાવડાને સુપ્રત કરી હતી જેમાં ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ સંજયભાઈ ધીણોજા ગોંડલ નગરપાલિકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજા,નગરપાલિકાના સદસ્ય  કૌશિકભાઈ પડારીયા,ગોંડલ શહેર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ સમીરભાઈ કોટડીયા,ધૂળસીયા ગામના સરપંચ અશ્વીનભાઈ ઠુમર, ગોંડલના પાટીદાર યુવા અગ્રણી રવિભાઈ કાલરીયા,ગોંડલ ભાજપ યુવા અગ્રણી જયદીપસિંહ જાડેજા,તાલુકા યુવા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખઇન્દુભા જાડેજા ભરૂડી ઉપસ્થિત રહ્યા હતા. ફંડ એકત્ર કરનારા અગ્રણીઓની તસ્વીર.

(10:06 am IST)