Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મોરબીમાં પત્રકારોએ કોરોના વેકસીન લીધીઃ

મોરબીઃ માહિતી ખાતા તેમજ આરોગ્ય વિભાગના સહયોગથી આજે મોરબીના પત્રકાર મિત્રોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રિન્ટ મીડિયા, ઇલેકટ્રોનીકસ મીડિયા સહિતના માધ્યમો સાથે જોડાયેલા પત્રકારોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને રસી સુરક્ષિત હોય જેથી વારો આવે ત્યારે દરેક નાગરિકો કોરોના રસીનો ડોઝ લે તેવી અપીલ પણ પત્રકારોએ કરી હતી. તે તસ્વીર. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ.મોરબી)

(10:06 am IST)