Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મોરબીમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે પોલીસ દ્વારા તવાઇ : ૧૧૨ કેસો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૭:  જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટ્રાફિક શાખાના અધિકારી અને કર્મચારીઓની ટીમ બનાવી ડબલ સાયલેન્સરવાળા બુલેટ, પુરઝડપે અને નિયમોનો ભંગ કરંતા વાહનચાલકો, કાર સહિતના વાહનો ઝડપી લઈને એમ વી એકટ ૨૦૭ મુજબ ૧૫ વાહનો ડીટેઈન કર્યા છે.

કારમાં બ્લેક ફિલ્મ લગાવી ગેરકાયદેસર લખાણ અને સુશોભિત નંબર પ્લેટ લગાવી રોંગ સાઈડમાં વાહન ચલાવતા અને ચાલુ વાહને મોબાઈલમાં વાત કરતા વાહનચાલકો વિરુદ્ઘ ૧૧૨ કેસો કરીને સ્થળ પર ૫૪,૧૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે જે ઝુંબેશ આવનાર દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ જણાવ્યું છે.

(10:05 am IST)