Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મોરબીના ભાવિનકુમારને બ્રોન્ઝ મેડલઃ

મોરબીઃ કેન્દ્ર સરકારના કેન્દ્રીય સિવિલ સેવા સાંસ્કૃતિક અને ક્રીડા બોર્ડ તરફથી ચાલુ વર્ષ દરમિયાન દિલ્હી ખાતે નેશનલ લેવલ પર ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ બેસ્ટ ફિઝિક ચેમ્પિયનશિપ ૨૦૨૦-૨૧ નું આયોજન કરવામાં આવેલ હતું.  જેમાં વિવિધ રાજયો તરફથી અલગ અલગ વેઇટ કેટેગરીમાં ૧૫૦ જેટલા ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ. જેમાં ગુજરાત રાજયની સેક્રેટરીયેટ ટીમમાં મોરબી જિલ્લા પંચાયત કચેરીના કર્મચારી ભાવિનકુમાર એચ પટેલએ બીલો ૫૫ કિ.મી. વેઇટ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નેશનલ લેવલે ત્રીજો ક્રમાંક અને બ્રોન્ઝ મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજયનું તેમજ મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ બેસ્ટ ફિઝિક ચેમ્પિયનશિપમાં ભાવિનકુમાર એચ પટેલને મળેલ બ્રોન્ઝ મેડલ, ગુજરાત રાજયને મળેલ પ્રથમ મેડલ છે. પરફોર્મન્સ રજુ કરતા ભાવિન કુમારની અન્ય સ્પર્ધકો સાથેની તસ્વીર.

(10:05 am IST)